- પાકિસ્તાનને T20 વર્લ્ડકપમાંથી બહાર થવાનો ખતરો
- આ દરમિયાન તેના 3 ખેલાડીઓને સારા સમાચાર મળ્યા
- કેરેબિયન પ્રીમિયર લીગે 3 ખેલાડીઓને કરારબદ્ધ કર્યા
T20 વર્લ્ડકપમાં સતત બે પરાજય બાદ પાકિસ્તાનની ટીમ આઘાતમાં છે. પહેલા યુએસએ અને પછી ભારત સામે હાર્યા બાદ ટીમના ખેલાડીઓની મુશ્કેલી વધી ગઈ છે. આ દરમિયાન તેના 3 ખેલાડીઓને સારા સમાચાર મળ્યા છે. વાસ્તવમાં કેરેબિયન દેશમાં રમાનારી કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2024)માં પાકિસ્તાન ટીમના બોલર મોહમ્મદ આમિર, ઓલરાઉન્ડર ઈમાદ વસીમ અને ફખર ઝમાનને એન્ટિગુઆ અને બાર્બુડા ફાલ્કન્સે કરારબદ્ધ કર્યા છે.
17 વર્ષના ખેલાડીને સાઈન કર્યો
વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ બ્રેન્ડન કિંગ અને ફેબિયન એલનની સાથે, ફાલ્કન્સે આ લીગમાં 17 વર્ષીય ખેલાડીને સાઈન કરીને બધાને ચોંકાવી દીઘા છે. તેણે બેટ્સમેન જ્વેલ એન્ડ્ર્યુને સાઈન કર્યા છે. એન્ડ્રુએ અંડર-19 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ માટે પોતાની પ્રતિભા બતાવી છે. ફાલ્કન્સે અત્યાર સુધીમાં 12 ખેલાડીઓને સાઇન કર્યા છે. તેમની ટીમને પૂર્ણ કરવા માટે હવે તેમને જુલાઈમાં ડ્રાફ્ટમાં વધુ પાંચ ખેલાડીઓને સાઈન કરવા પડશે. આ રીતે 17 ખેલાડીઓની ટુકડી તૈયાર કરી શકાય છે.
આ સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે
આ વખતે ઘણા સ્ટાર ખેલાડી CPL 2024માં રમતા જોવા મળશે. ટિમ ડેવિડ અને જેસન રોયને ટ્રિનબેગો નાઈટ રાઈડર્સે સાઈન કર્યા છે. હેનરિક ક્લાસેન સેન્ટ લુસિયા કિંગ્સ તરફથી રમતા જોવા મળશે. શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર વાનિન્દુ હસરાંગા અને ટ્રિસ્ટન સ્ટબ્સ સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઓટ્સ તરફથી રમશે.