ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એશિઝ 2025-26નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે આ વિસ્ફોટક સિરીઝ ઓસ્ટ્રેલિયામાં રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું છે કે પાંચ મેચોની એશિઝ સિરીઝની પ્રથમ મેચ પર્થમાં 21 થી 25 નવેમ્બર દરમિયાન રમાશે. બીજી મેચ ડે-નાઈટ હશે જે 4 થી 8 ડિસેમ્બર દરમિયાન ગાબા ખાતે રમાશે. આ પછી બંને ટીમોને એક સપ્તાહનો બ્રેક આપવામાં આવશે.


એડિલેડમાં રમાશે ત્રીજી મેચ

સિરીઝની ત્રીજી મેચ એડિલેડમાં 17 થી 21 ડિસેમ્બર સુધી રમાશે જ્યારે ચોથી મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં શરૂ થશે. સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ સિડનીમાં રમાશે, જે 4 જાન્યુઆરીથી શરૂ થશે. 2015માં પ્રથમ ડે-નાઈટ ટેસ્ટથી એડિલેડ ડે-નાઈટ ટેસ્ટ માટેનું મુખ્ય હોમ ગ્રાઉન્ડ રહ્યું છે. આ મેદાને 2017-18 અને 2021-22માં છેલ્લી બે એશિઝ ડે-નાઈટ ટેસ્ટનું આયોજન કર્યું છે.

ગાબામાં ડે-નાઈટ મેચોનું આયોજન

1982-83 પછી બ્રિસ્બેન પ્રથમ એશિઝ મેચની યજમાની નહીં કરે તેવું આ પ્રથમ પ્રસંગ હશે. 2032 ઓલિમ્પિક પહેલા સ્ટેડિયમના પુનઃવિકાસની યોજના પર અનિશ્ચિતતાને કારણે ગાબાનું ભાવિ શંકામાં છે. એવી સંભાવના છે કે આવતા વર્ષની એશિઝ ટેસ્ટ ગાબા ખાતે છેલ્લી ટેસ્ટ હોઈ શકે છે કારણ કે ત્યાં 2026-27 અને તેના પછી કોઈ ટેસ્ટ મેચ નિર્ધારિત નથી.


43 વર્ષમાં પ્રથમવાર થશે આ કામ

એશિઝ સિરીઝ 2025-26 પર્થથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ મેચ 21 નવેમ્બરથી 25 નવેમ્બર 2025 સુધી પર્થ સ્ટેડિયમમાં રમાશે, જે 43 વર્ષમાં પ્રથમ વખત એશિઝ સિરીઝની પ્રથમ મેચની યજમાની કરશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની સરકારના સહયોગથી આજે એટલે કે બુધવાર 16 ઓક્ટોબરે પર્થના સ્કારબોરો બીચ ખાતે એક કાર્યક્રમમાં એશિઝ સિરીઝની તારીખોની જાહેરાત કરી હતી.


એશિઝ 2025-26 પૂર્ણ શેડ્યૂલ

  • પ્રથમ ટેસ્ટ - 21 નવેમ્બરથી 25 નવેમ્બર, પર્થ
  • બીજી ટેસ્ટ- 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર, ગાબા
  • ત્રીજી ટેસ્ટ- 17 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર, એડિલેડ ઓવલ
  • ચોથી ટેસ્ટ - 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર, મેલબોર્ન
  • પાંચમી ટેસ્ટ- 4 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી, સિડની

  • Follow us on: