• પેરિસ ઓલિમ્પિક્સ 2024 સમાપ્ત થઈ ગઈ છે
  • લોસ એન્જલસ ઓલિમ્પિક 2028ની તૈયારી શરૂ
  • લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશ

પેરિસ ઓલિમ્પિક્સ 2024 સમાપ્ત થઈ ગઈ છે. આ પછી ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા છે. હવે દરેક લોકો લોસ એન્જલસ ઓલિમ્પિક 2028ની તૈયારી શરૂ કરવા જઈ રહ્યા છે. લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સ 2028માં 124 વર્ષના લાંબા અંતર બાદ ક્રિકેટની વાપસી થવા જઈ રહી છે. 16 ઓક્ટોબર 2023 ના રોજ, ઓલિમ્પિકમાં T20 ક્રિકેટના સમાવેશની જાહેરાત કરવામાં આવી હતુ. આ સમાચાર માત્ર ક્રિકેટ પ્રેમીઓના દિલમાં જ નહીં પરંતુ ભારતના દિગ્ગજ ખેલાડીઓ અને બોલિવૂડ સ્ટાર્સના દિલમાં પણ ખુશીની લહેર લાવ્યા હતા.

ઓલિમ્પિકમાં ક્રિકેટનો ઇતિહાસ

1900માં જ્યારે પેરિસમાં પ્રથમ ઓલિમ્પિક યોજાઇ ત્યારે ક્રિકેટને પ્રથમ વખત ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યું હતું. તે સમયે માત્ર એક જ પુરુષોની મેચ રમાઇ હતી, જે ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સની ટીમો વચ્ચે હતી. ગ્રેટ બ્રિટને આ મેચ 158 રનથી જીતી હતી. હવે ક્રિકેટ ફરી એકવાર 2028માં લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ થશે અને આ વખતે T20 ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શા માટે ભારતને ગોલ્ડની આશા છે?

ભારત તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીતવામાં સફળ રહ્યું છે, જેનું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં કરવામાં આવ્યું હતું. પેરિસ ઓલિમ્પિક્સ 2014ના અંત પછી, ભારત લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028 વચ્ચેની 4 ICC ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યું છે, જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025, વર્લ્ડટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025, T20 વર્લ્ડકપ 2026 અને ODI વર્લ્ડકપ 2027નો સમાવેશ થાય છે. આમાં ટીમ ઈન્ડિયા પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા છે.

દિગ્ગજ ખેલાડીઓ અને બોલિવૂડ સ્ટાર્સે ખુશી વ્યક્ત કરી

  • ભારતમાં જ્યાં ક્રિકેટને એક ધર્મ માનવામાં આવે છે ત્યાં આ સમાચાર આવતા જ તમામ ભારતીયોમાં ખુશીનો માહોલ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. આ દરમિયાન એથલીટ નીરજ ચોપરા, પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજ, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સહિત અનેક હસ્તીઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
  • ભારતીય એથ્લેટ નીરજ ચોપરાએ આ નિર્ણયને આવકારતા કહ્યું, "આ ભારત માટે સારા સમાચાર છે, કારણ કે અમારી પાસે એક મહાન ક્રિકેટ ટીમ છે. લોસ એન્જલસ 2028માં ક્રિકેટનો સમાવેશ આ રમતની વૈશ્વિક અસરને વધારવા માટે એક મોટું પગલું છે."
  • ભારતીય મહિલા ક્રિકેટની પૂર્વ કેપ્ટન મિતાલી રાજે પણ આ નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું હતું કે, "ક્રિકેટ માટે આ એક મોટી તક છે. ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ જીતવાનું સપનું પૂરું કરી શકશે."
  • જ્યારે આ જાહેરાત કરવામાં આવી ત્યારે સચિને તેના ટ્વિટમાં લખ્યું, "એક સદીથી વધુ રાહ જોયા પછી, અમારી પ્રિય રમત ઓલિમ્પિક સ્ટેજ પર પાછી આવી છે. નવા ક્રિકેટરો માટે આ એક સુવર્ણ તક છે."
  • અભિનેત્રી દીપિકા પાદુકોણે કહ્યું હતું કે, "ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી ખૂબ જ રોમાંચક છે. ભારતમાં ક્રિકેટ એક ધર્મ સમાન છે, અને અમારા ખેલાડીઓને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ માટે સ્પર્ધા કરતા જોવું રોમાંચક રહેશે."
  • Follow us on: