ભારતીય ટીમના સુપરસ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્મા T20I અને ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. બંને ખેલાડીઓ માત્ર વનડે ફોર્મેટમાં જ રમતાં જોવા મળશે.
આવામાં ફેન્સને આ બંને ખેલાડીઓ મેદાન પર ક્યારે પરત ફરશે તેની રાહ જોઆ રહ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ રોહિત-વિરાટના ફેન્સને વધુ રાહ જોવી પડશે. બંને ખેલાડીઓ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરશે. આ વચ્ચે બીસીસીઆઈ પણ મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.

રોહિત-વિરાટને રમતા જોવા માટે જોવી પડશે રાહ
ઈંગ્લેન્ડ સામે સિરીઝ બાદ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ પ્રવાસ પર જવાની હતી. જ્યાં ટીમ ઈન્ડિયાને 3 વનડે અને 3 T20I મેત રમવાની હતી. બીસીસીઆઈ એ બાંગ્લાદેશ પ્રવાસ પર જવા માટે ભારત સરકાર પાસેથી અનુમતિ માગી હતી.
બાંગ્લાદેશ પ્રવાસ પર જવા માટે ભારત સરકાર અત્યારે અનુમતિ આપવામાં વિલંબ કરી રહી છે. જેનું કારણ મીડિયા રિપોર્ટ મુજબ એ છે કે આ સિરીઝ રિશેડ્યુલ કરવામાં આની શકે છે. આવામાં વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે 17 ઓગસ્ટે મેદાન પર રમતાં જોવા મળી શકશે નહીં. આ બંને સ્ટાર ખેલાડીને રમતાં જોવા માટે ફેન્સને વધુ રાહ જોવી પડશે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પરત ફરશે વિરાટ-રોહિત

વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે 19 ઓક્ટોબરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી શકે છે. ભારતીય ટીમ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. જ્યાં ટીમને 3 વનડે અને 5 T20I મેચ રમવાની છે. સિરીઝની પહેલી મેચ 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે. બાંગ્લાદેશ પ્રવાસમાં વિલંબને કારણે, બંને દિગ્ગજો ઓસ્ટ્રેલિયા સામે રમતા જોવા મળી શકે છે.

IPL 2025 પછી, બંને ખેલાડીઓ હાલમાં તેમના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ બંને ખેલાડીઓ 2027 માં ODI વર્લ્ડકપ રમવાનું લક્ષ્ય ધરાવે છે. ODI ફોર્મેટમાં બંનેએ છેલ્લી મેચ 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમી હતી.

  • Follow us on: