ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી એટલે કે 2 જુલાઈથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝની શરુઆત થઈ રહી છે, આ મેચમાં બંને ટીમ વચ્ચે બીજી મેચ એજબેસ્ટનના સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ટીમ ઈંગ્લેન્ડના ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો.


ભારતીય ટીમે પ્લેઈંગ 11માં ત્રણ ફેરફાર કર્યા છે, આમાં નીતિશકુમાર રેડ્ડી, આકાશદીપ અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. યજમાન ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત બે દિવસ પહેલા જ કરી હતી.

એજબેસ્ટન ટેસ્ટ મેચ માટે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયા - યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નિતીશકુમાર રેડ્ડી, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

ઈંગ્લેન્ડની ટીમ - જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હૈરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન),જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાઈડન કાર્સ, જોશ ટંગ અને શોએબ બશીર.


ટીમ ઈન્ડિયા એજબેસ્ટનમાં અત્યાર સુધી જીતી શકી નથી એક પણ મેચ

ભારતીય ટીમનો એજબેસ્ટન સ્ટેડિયમમાં રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે. ભારતે અત્યાર સુધી આ મેદાન પર 8 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 7 મેચનો હારનો સામનો કરવો પડ્યો છે અને એક મેચ ડ્રો રહી છે. આવામાં ટીમ ઈન્ડિયા માટે આ ટેસ્ટ મેચ જીતવી સરળ નહીં હોય.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતીશ રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

  • Follow us on: