ભારતીય ટીમના એક ખેલાડીથી ઈંગ્લિશ ટીમના ખેલાડીઓ ડરે છે. આ બેટરને ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ખૂબ ખતરનાક ગણાવ્યો છે. બેન સ્ટોક્સનું કહેવું છે કે આ ઈન્ડિયન બેટરને રમતા જોઈને ખૂબ જ મજા આવે છ. આ પ્લેયર અન્ય કોઈ નહીં પણ રિષભ પંત છે.


હેડિંગ્લેમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં બંને ઈનિંગમાં રિષભ પંતે જોરદાર સદી ફટકારી હતી. આ સિદ્ધિ હાંસલ કરનાર તે પહેલો ભારતીય વિકેટકીપર બેટ્સમેન બન્યો છે. રિષભ પંતની બેટિંગ સ્ટાઈલના ફેન્સે ખૂબ જ વખાણ કર્યા.

રિષભ પંતની બેટિંગથી ઈમ્પ્રેસ થયો બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સે પ્રેસ કોન્ફરન્સમાં વાતચીત કરતાં રિષભ પંતના જોરદાર વખાણ કર્યા. તેને કહ્યું કે 'ભલે તે મારી વિપક્ષી ટીમનો ભાગ છે, પરંતુ મને પંતની બેટિંગ જોવાની ખૂબ જ મજા આવે છે. જ્યારે તમે આ રીતે ટેલેન્ટને ફ્રી છોડો છો ત્યારે જોવો શું થાય છે.' રિષભ પંત એક ખતરનાર બેટ્સમેન છે. મને તેની બેટિંગ જોવાની ખૂબ જ મજા આવે છે.

રિષભ પંતે ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં જોરદાર ધૂમ મચાવી હતી. વિકેટકીપર બેટ્સમેન તરીકે તેને 178 બોલમાં 134 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. તેની આ ઈનિંગ દરમિયાન 19 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. બીજી ઈનિંગમાં તેને સદી ફટકારી હતી અને 140 બોલમાં 118 રન બનાવ્યા હતા.

એજબેસ્ટનમાં પંત પાસેથી મોટી ઈનિંગની આશા

હેડિંગ્લે બાદ એજબેસ્ટનમાં પણ ટીમ ઈન્ડિયાના રિષભ પંત પાસેથી મોટી ઈનિંગની આશા છે. ઈંગ્લેન્ડના આ મેદાન પર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ખૂબ જ શરમજનક છે. એજબેસ્ટનમાં ટીમ ઈન્ડિયા આજસુધી એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. જીતની વાત તો દૂર પરંતુ ટીમ ઈન્ડિયા છેલ્લે 1986માં ટેસ્ટ મેચ ડ્રો કરી હતી.

આ મેદાન પર ભારતીય ટીમ અત્યાર સુધી કુલ 8 મેચ રમી છે, જેમાં 7 મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો. એટલે કે એજબેસ્ટનમાં જીત મેળવવી આજે પણ ટીમ ઈન્ડિયા માટે એક સપનું જ છે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાને લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

  • Follow us on: