ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની સિરીઝની બીજી મેચ બર્મિંઘમના એજબેસ્ટનમાં 2 જુલાઈથી રમાશે. આ મેચને લઈને ટીમ ઈન્ડિયા જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે. પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પરિસ્થિતિમાં હવે શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા લીડ્સ ટેસ્ટની હાર ભૂલીને એજબેસ્ટનમાં જીત હાંસલ કરીને સિરીઝમાં 1-1ની બરાબરી કરવા માગશે. જેને લઈને ટીમ ઈન્ડિયાએ માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે, જેની તૈયારી ભારતીય બોલક કરી રહ્યા છે.
બોલરોએ કરી બેટિંગની પ્રેક્ટિસ
પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારત તરફથી 5 સદી જોવા મળી હતી, પરંતુ નીચલા ક્રમના બેટ્સમેને લીડ્સ ટેસ્ટમાં ખૂબ જ નિરાશ કર્યા હતા. બંને ઈનિંગમાં નીચલા ક્રમના બેટ્સમેન 50 રન પણ બનાવી ન શક્યા, જો ટીમ ઈન્ડિયાની હારનું મોટું કારણ બન્યું હતું. આ ખામી દૂર કરવા માટે હવે બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના તમામ બોલર નેટ્સમાં બેટિંગ પ્રેક્ટિસ કરતાં જોવા મળ્યા.
જો નીચલા ક્રમના બોલર અંતમાં ટીમ ઈન્ડિયા માટે વધુ રન બનાવશે તો તેનો ફાયદો ટીમ ઈન્ડિયાને થશે. બોલર્સનો બેટિંગની પ્રેક્ટિસ કરતો વીડિયો બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં આકાશદીપ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ બેટિંગ કરતો જોવા મળ્યો હતો.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થશે ફેરફાર!
પહેલી મચેમાં મળેલી હાર બાદ બીજી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળી શકે છે. એજબેસ્ટનમાં રવીન્દ્ર જાડેજાની જગ્યાએ કુલદીપ યાદવ રમતાં જોવા મળી શકે છે. લીડ્સ ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજનું પ્રદર્શન બેટિંગ અને બોલિંગમાં કંઈ ખાસ રહ્યું ન હતું. આવામાં તેને બીજી ટેસ્ટમાં જગ્યા ન મળી શકે.