વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ અંડર 19 ટીમ સામે ફરી એક વાર જોરદાર શરુઆત કરી પરંતુ તે અડધી સદી ફટકારી શક્યો નહીં. સતત બીજી મેચમાં તેને અડધી સદીની નજીક આવીને પોતાની વિકેટ ગુમાવી.


તમને જણાવી દઈએ કે વૈભવ સૂર્યવંશી કેવી રીતે આઉટ થયો પરંતુ પહેલા તેના આઉટ થયા પછી શરૂ થયેલા વિવાદ વિશે જાણો. વૈભવ આઉટ થતાંની સાથે જ ઈંગ્લેન્ડની અંડર 19 ટીમના ફાસ્ટ બોલરે ગુસ્સો ગુમાવ્યો અને તેના પર બૂમો પાડવા લાગ્યો.

વૈભવ સૂર્યવંશી પર ગુસ્સે થયો ઈંગ્લિશ બોલર

વૈભવ સૂર્યવંશી 11મી ઓવરમાં અપરકટ શોટ રમતી વખતે આઉટ થયો. બાઉન્ડ્રી લાઈન પર તેનો કેચ સેબેસ્ટિયન મોર્ગને પકડ્યો. ફાસ્ટ બોલર જેક હોમે એક શોર્ટ બોલ ફેંક્યો જેના પર વૈભવ સિક્સર મારવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થયો. વૈભવ આઉટ થતાં જ ફાસ્ટ બોલર જેક હોમે તેના પર બૂમો પાડવાનું શરૂ કરી દીધું. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે તે બોલર કોણ છે જેને વૈભવ સૂર્યવંશી સામે આ રીતે ગુસ્સો કર્યો?


કોણ છે જેક હોમ?

જેક હોમ ઈંગ્લેન્ડનો એક ફાસ્ટ બોલર છે જેની ઉંમર માત્ર 19 વર્ષ છે. વર્સેસ્ટરશાયર તરફથી રમતા જેક હોમને 2 ફર્સ્ટ ક્લાસ મેચનો અનુભવ છે જેમાં તે ફક્ત એક જ વિકેટ લઈ શક્યો છે. લિસ્ટ એ ક્રિકેટમાં તેને 5 મેચમાં 16 વિકેટ લીધી છે. જેક હોમ વિશે વાત કરીએ તો તેના પરિવારના ઘણા લોકો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા છે, જેમાં તેનો ભાઈ, પિતા, કાકા, બહેન અને પિતરાઈ ભાઈ સામેલ છે.

બીજી વખત અડધી સદી ચૂક્યો વૈભવ સૂર્યવંશી

14 વર્ષનો વૈભવ સૂર્યવંશી બીજી વનડેમાં 45 રન બનાવીને આઉટ થયો હતો અને પહેલી મેચમાં તે 48 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. વૈભવ સૂર્યવંશીએ ભલે IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હોય, પરંતુ લિસ્ટ A ક્રિકેટમાં તેનું પ્રદર્શન એવરેજ છે. તેની બેટિંગ એવરેજ પ્રતિ મેચ 21 રન છે જે તેના ટેલેન્ટ મુજબ ખૂબ ઓછી છે. ઈંગ્લેન્ડ અંડર 19 સામે હજુ ત્રણ મેચ બાકી છે, તે જોવાનું બાકી છે કે આ બેટ્સમેન કેવી રીતે વાપસી કરે છે?


  • Follow us on: