ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ એજબેસ્ટન મેદાન પર રમાશે. મહેમાન ટીમ ઈન્ડિયા તેની પહેલી મેચ હારી ગઈ છે અને સિરીઝમાં 1-0 થી પાછળ છે. જો ટીમ ઈન્ડિયાએ ગિલની કેપ્ટનશીપમાં આ સિરીઝમાં વાપસી કરવી હોય તો તેને બીજી મેચ જીતવી પડશે.


આ મેચમાં ઓપનર યશસ્વી જયસ્વાલ પાસે બેટથી ઈતિહાસ રચવાની તક હશે. જો આ મેચમાં પણ તેનું બેટ કામ કરશે, તો તે ડોન બ્રેડમેનને પાછળ છોડી દેશે અને પોતાના નામે એક મહાન રેકોર્ડ બનાવશે. અત્યાર સુધી ફક્ત બ્રેડમેન જ ઈંગ્લેન્ડ સામે આ કરી શક્યું છે.

ઈંગ્લેન્ડ સામે યશસ્વી જયસ્વાલ રચશે ઈતિહાસ

યશસ્વી જયસ્વાલ પોતાના કરિયરમાં ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ ટેસ્ટ મેચ રમી છે અને ટીમ સામે તેનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. અત્યાર સુધી તેને ઈંગ્લેન્ડ સામે રમાયેલી 6 મેચની 11 ઈનિંગમાં 817 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 81.70 રહી છે અને તેને 3 સદી ફટકારી છે. આ મેચમાં જો જયસ્વાલ 183 રન બનાવી છે તો તે ઈંગ્લેન્ડ સામે 1000 રન પૂર્ણ કરશે. અત્યાર સુધી આ સિદ્ધિ ફક્ત ડોન બ્રેડમેનના નામે છે. તેને ઇંગ્લેન્ડ સામે 13 ઈનિંગમાં 1000 રન પૂર્ણ કર્યા હતા.

શાનદાર ફોર્મમાં છે યશસ્વી જયસ્વાલ

યશસ્વી જયસ્વાલ વર્ષ 2024 માં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો છે. તેને 15 મેચની 29 ઈનિંગમાં 54.74 ની એવરેજથી 1478 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 3 સદી અને 9 અડધી સદી ફટકારી છે. તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા ચક્રની શરૂઆત પણ શાનદાર રીતે કરી છે અને ઈંગ્લેન્ડની ધરતી પર પહેલી જ ઈનિંગમાં સદી ફટકારી છે. પરંતુ તે બીજી ઈનિંગમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો અને ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો.

ટીમ ઈન્ડિયા પાસે સિરીઝમાં બરાબરી કરવાની તક

એજબેસ્ટનના મેદાન પર ટીમ ઈન્ડિયા જીતે છે, તો સિરીઝ 1-1 થી બરાબર થઈ જશે. આ જીત સાથે સિરીઝનો ઉત્સાહ પણ બમણો થઈ જશે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2007 માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડમાં સિરીઝ જીતી હતી.

  • Follow us on: