ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ બર્મિંઘમમાં રમાઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા નેટ્સમાં જોરદાર પરસેવો પાડી રહી છે. આ વચ્ચે 29 જૂને ટીમ ઈન્ડિયાના T20માં વર્લ્ડકપ જીતને એક વર્ષ પૂરું થઈ ગયું છે.


તેને લઈને બર્મિંઘમમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ સ્પેશિયલ સેલિબ્રેશન કર્યું. આ સેલિબ્રેશન દરમિયાન વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત, ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ખૂબ એન્જોય કરતાં જોવા મળ્યા હતા.

સેલિબ્રેશનની સાથે સાથે પંતે અચાનક જાડેજાના રિટાયરમેન્ટની વાત કરી ત્યારબાદ રવીન્દ્ર જાડેજા તરફથી એવો રિપ્લાય મળ્યો કે ત્યાં હાજર ખેલાડીઓ પોતાનું હસવાનું રોકી ન શક્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાના ફેન્સને પસંદ આવી રહ્યો છે.

સેલિબ્રેશન વચ્ચે પંતે રિટાયરમેન્ટની કરી વાત

29 જૂન 2024ના દિવસે ટીમ ઈન્ડિયાએ 13 વર્ષની લાંબી રાહ બાદ વર્લ્ડકપ જીતવાનું સપનું રોહિત શર્માની કેપ્ટનશીપમાં સાકાર થયું. ઈંગ્લેન્ડ પ્રવાસ પર હાજર ખેલાડીઓએ આ જીતનું એક વર્ષ પૂર્ણ થવા પર સેલિબ્રેશન કર્યું. સેલિબ્રેશન દરમિયાન જ્યારે રિષભ પંતે રવીન્દ્ર જાડેજાને કેક ખવડાવતી વખતે હેપ્પી રિટાયરમેન્ટ કહ્યું. આ સાંભળતા જ જાડેજાએ તરત જ કહ્યું કે એક જ ફોર્મેટમાંથી લીધું છે. જે સાંભળીને ત્યાં હાજર ખેલાડીઓ જોરથી હસવા લાગ્યા.


3 ભારતીય ખેલાડીઓએ લીધું હતું રિટાયરમેન્ટ

T20 વર્લ્ડકપ 2024 બાદ ભારતના 3 દિગ્ગજ ખેલાડીઓએ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ ફાઈનલ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી. કોહલી અને રોહિત T20 ઈન્ટરનેશનલ પછી ટેસ્ટ ફોર્મેટમાંથી પણ સંન્યાસ લઈ ચૂક્યા છે જ્યારે જાડેજા હજુ પણ ટેસ્ટ અને વનડેમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે. ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી સિરીઝમાં તે ટીમ ઈન્ડિયા માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે.

સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ પરત ફરવાની જરૂર

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ બર્મિંઘમ એજબેસ્ટનના મેદાન પર રમાઈ રહી છે. આ મેચ 2 જુલાઈથી શરુ થશે. લીડ્સમાં રમાયેલી પહેલી મેચમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે હારી છે અને તે સિરીઝમાં પરત ફરવા માગશે અને એજબેસ્ટનમાં જીત મેળવવામાં માગશે. જાડેજા જ્યારે છેલ્લી વાર આ મેદાન પર ઉતર્યો હતો ત્યારે તેને પંતે સાથે મળીને સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાને આ વખતે પણ તેની પાસેથી સારા પ્રદર્શનની આશા રહેશે.

  • Follow us on: