ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ મેચમાં પહેલા બર્મિંઘમમાં જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે. પહેલી મેચમાં મળેલી હાર બાદ શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ મેચ જીતીને સિરીઝ 1-1ની બરાબરી કરવા માગશે.


બીજી મેચ 2 જુલાઈથી બર્મિંઘમના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાશે. તે પહેલા ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં પંજાબ કિંગ્સનો સ્પિન બોલર જોવા મળ્યો, જે વોંશ્ગિટન સુંદર સાથે ભારતીય બેટ્સમેન સામે બોલિંગ કરી રહ્યો હતો પરંતુ આ ખેલાડીનું નામ ટીમ સ્કોવ્ડમાં નથી. આ ખેલાડીની નેટમાં બોલિંગ કરવાની તસવીરો સામે આવ્યા બાદ ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારની અટકળો લગાવવામાં આવી રહી છે.

ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં જોવા મળ્યો હરપ્રીત બ્રાર

પંજાબ કિંગ્સનો સ્પિન બોલર હરપ્રીત બ્રારને ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં જોવા મળ્યો. જ્યાં બેટ્સમેનને તે સ્પિન બોલિંગની પ્રેક્ટિસ કરાવી રહ્યો હતો. પરંતુ આ દરમિયાન તેને ટીમ ઈન્ડિયાની ઓફિશિયલ પ્રેક્ટિસ કીટ પહેરી ન હતી, જેથી મળતી માહિતી મુજબ તેને બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય બેટ્સમેનને મદદ કરવા માટે પ્રેક્ટિસ દરમિયાન મેદાન પર બોલવવામાં આવ્યો હતો. અત્યાર સુધી હરપ્રીત બ્રારને ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પંજાબ કિંગ્સે શેર કર્યો છે.


પ્લેઈંગ ઈલેવનમાં થશે ફેરફાર!

પહેલી મેચમાં જસપ્રીત બુમરાહ રમતો જોવા મળ્યો હતો, જેમાં તેને 5 વિકેટ લીધી હતી. મળતી માહિતી મુજબ વર્કલોડને મેનેજ કરવા જસપ્રીત બુમરાહને બીજી ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવી શકે છે. જો આવું થશે તો અર્શદીપ સિંહને ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

અર્શદીપ સિંહને પહેલી વાર ટીમ ઈન્ડિયાના સ્કોવ્ડમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તેને પહેલી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. બીજી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કુલદીપ યાદવ રમતો જોવા મળી શકે છે. પહેલી મેચમાં રવીન્દ્ર જાડેજાએ કંઈ ખાસ પ્રદર્શન કર્યું ન હતું. જેના કારણે તેને બીજી મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવી શકે છે.

  • Follow us on: