24 ઓગસ્ટના રોજ ચેતેશ્વર પુજારાએ ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે સતત ટીમ ઈન્ડિયાથી દૂર થઈ રહ્યો હતો. દિવસેને દિવસે તેમનું વાપસી મુશ્કેલ બનતું જતું હતું.


આ પરિસ્થિતિમાં તેને સંન્યાસ લેવાનો નિર્ણય લીધો. ચેતેશ્વર પુજારાએ ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે શાનદાર રમત બતાવી હતી. તેને 103 ટેસ્ટ મેચમાં 7195 રન બનાવ્યા છે. પરંતુ હવે ચેતેશ્વર પુજારા પછી 3 ભારતીય ટેસ્ટ ખેલાડીઓ પણ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

આ ત્રણ ખેલાડીઓ લઈ શકે છે નિવૃત્તિ

ચેતેશ્વર પુજારા પછી અજિંક્ય રહાણે, હનુમા વિહારી અને ઈશાંત શર્મા પણ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. આ ખેલાડીઓ લાંબા સમયથી ભારતીય ટીમથી દૂર છે. હાલમાં BCCI આ ખેલાડીઓને તક આપી રહ્યું નથી કારણ કે આ ખેલાડીઓ વૃદ્ધ થઈ ગયા છે અને બોર્ડ યુવા ખેલાડીઓને તૈયાર કરવા માગે છે. આ પરિસ્થિતિમાં આ 3 ખેલાડીઓ બોર્ડની યોજનામાં નથી. હવે એવું માનવામાં આવે છે કે ચેતેશ્વર પુજારા પછી આ 3 ખેલાડીઓ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

અજિંક્ય રહાણેએ ભારત માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. ત્યારબાદ તેનું સિલેક્શન કરવામાં આવ્યું ન હતું. હનુમાએ પોતાની છેલ્લી મેચ 2022માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. આ સિવાય ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ ભારત માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 2021માં કાનપુરની ધરતી પર ન્યુઝીલેન્ડ સામે રમી હતી.

આવું રહ્યું છે કરિયર

અજિંક્ય રહાણેએ ભારત માટે અત્યાર સુધીમાં 85 ટેસ્ટ મેચમાં 38.46 ની એવરેજથી 5077 રન બનાવ્યા છે. આ સિવાય 31 વર્ષના હનુમાએ 16 ટેસ્ટ મેચમાં ભારત માટે 839 રન બનાવ્યા છે. ઈશાંત શર્મા લાંબા સમયથી ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તેને 105 ટેસ્ટ મેચમાં 311 વિકેટ લીધી છે.


  • Follow us on: