અર્જુન તેંડુલકરે પોતાના જીવનની બીજી ઈનિંગમાં પ્રવેશવા તરફ પહેલું પગલું ભર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન અને ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક 13 ઓગસ્ટના રોજ એક પ્રાઈવેટ સેરેમનીમાં સગાઈ કરી હતી.
ફેન્સના મનમાં એ સવાલ છે કે શું અર્જુન અને સાનિયા એકબીજાને પહેલા જાણતા હતા? આ સવાલનો ચોક્કસ જવાબ આપી શકાતો નથી, પરંતુ સારા તેંડુલકરની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી જે જાણવા મળે છે તે મુજબ એવું લાગે છે કે બંને પહેલાથી જ એકબીજાને જાણતા હતા. અર્જુન તેંડુલકરની દુબઈ ટ્રીપ દરમિયાન સાનિયા ચંડોક પણ તેની સાથે હાજર હતી.
સારાની પોસ્ટ પરથી થયો મોટો ખુલાસો
હવે સવાલ એ છે કે સારા તેંડુલકરની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એવું શું છે? તે પોસ્ટ અર્જુન અને સારાની દુબઈ ટ્રીપની તસવીરોની છે. ખાસ વાત એ છે કે તે પોસ્ટમાં શેર કરાયેલી એક તસવીરમાં સારા તેંડુલકર તેના ભાઈ અર્જુન સાથે જોવા મળી રહી છે.
પરંતુ બીજી તસવીરમાં સાનિયા ચંડોક પણ તેની સાથે જોવા મળી રહી છે. બંને તસવીરો દુબઈની છે, જે સારાના બંનેમાં સમાન કપડાં અને તસવીરની પાછળની બેકગ્રાઉન્ડ પરથી સ્પષ્ટ થાય છે. આ દાવો નથી પરંતુ સારા તેંડુલકર દ્વારા શેર કરાયેલી આ તસવીરો અને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ્સ પરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે અર્જુન તેંડુલકર દુબઈમાં હતો, ત્યારે તેની ભાવિ પત્ની સાનિયા ચંડોક પણ ત્યાં હતી.
સારા તેંડુલકરે તસવીર શેર કરી કહી આ વાત
સારા તેંડુલકરે 10 જૂને ઈન્સ્ટાગ્રામ પર તેની દુબઈ ટ્રીપની તસવીરો પોસ્ટ કરી હતી. પરંતુ સાનિયા ચંડોક તેની ભાવિ ભાભી છે, આ વાત 19 માર્ચ, 2025ના રોજ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલી તસવીરો પરથી સ્પષ્ટ થાય છે. તે પોસ્ટમાં સારા તેની ભાવિ ભાભી સાનિયા ચંડોક સાથે જોવા મળે છે અને કેપ્શનમાં તેણે લખ્યું છે કે માય પ્લસ વન ફોરેવર.
સારા અને અર્જુન બંને ઈન્સ્ટાગ્રામ પર સાનિયા ચંડોકને ફોલો કરે છે. સાનિયા પણ તેમને ફોલો કરે છે. આ સિવાય તેમની સાથેની તસવીરો પણ છે.
સગાઈની થઈ નથી કોઈ સત્તાવાર પુષ્ટિ
સોશિયલ મીડિયા પર અર્જુન તેંડુલકરની સગાઈના સમાચાર તેજ થઈ ગયા છે. ચારે બાજુ ચર્ચા થઈ રહી છે, પરંતુ બંને પરિવારો દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.