ઓપનર અભિષેક શર્માએ ACC એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયા માટે સૌથી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. ફાઈનલ સિવાય તમામ 6 મેચોમાં અભિષેકના બેટે રનનો વરસાદ કર્યો, જેના કારણે ટીમ ઈન્ડિયા સરળતાથી ટુર્નામેન્ટ જીતી ગઈ. તેના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે અભિષેક શર્માને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ અને કાર મળી. અભિષેક આ કાર ભારતમાં લાવી શકતો નથી, જેનું કારણ હવે સ્પષ્ટ થઈ ગયું છે.
પોતાની કાર ભારત લાવી શકશે નહીં અભિષેક શર્મા
એશિયા કપ 2025માં અભિષેક શર્માએ 7 મેચની 7 ઈનિંગમાં 44.86ની એવરેજથી 314 રન બનાવ્યા. આ દરમિયાન અભિષેકનો સ્ટ્રાઈક રેટ 200 હતો. અભિષેકે આ ટુર્નામેન્ટમાં 3 અડધી સદી ફટકારી. આ સિવાય તેને 32 ચોગ્ગા અને 19 છગ્ગા પણ ફટકાર્યા. આ કારણે અભિષેક શર્માને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો.













