એશિયા કપ પર હાલ સંકટના વાદળો છવાયેલાં છે, અત્યાર સુધી નક્કી નથી થયું તે આ ટુર્નામેન્ટ ક્યારે રમાશે? ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવને કારણે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે કે એશિયા કપમાં ભારત અથવા પાકિસ્તાનમાંથી કોઈ એક રમશે નહીં.


તાજેતરમાં જ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે એશિયા કપનું એક પોસ્ટર સામે આવ્યું છે, જેમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાંથી બહાર રહેશે.

એશિયા કપનું પોસ્ટર આવ્યું સામે

ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું ઓફિશિયલ બ્રોડકાસ્ટર આ વખતે સોની સ્પોર્ટ્સ પાસે છે. સોની સ્પોર્ટ્સ તરફથી એશિયા કપને લઈને એક પ્રોમો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમોના કેપ્ટનની તસવીર જોવા મળે છે. જ્યારે પાકિસ્તાનની ટીમના કેપ્ટન અને કોઈ પણ ખેલાડીની તસવીર આ પ્રોમોમાં જોવા મળી નથી. જે બાદ સવાલ ઉભા થઈ રહ્યા છે કે શું આ વખતે પાકિસ્તાન એશિયા કપમાં નહીં રમે?


T20 ફોર્મેટમાં રમાશે એશિયા કપ

2 વર્ષ બાદ એશિયા કપ આ વખતે સપ્ટેમ્બરમાં રમાશે તેવી આશા છે. આવતા વર્ષ T20 વર્લ્ડકપ રમાશે, જેને ધ્યાનમાં રાખીને એશિયા કર T20 ફોર્મેટમાં રમાશે. આને લઈને સોની સ્પોર્ટ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોમોમાં ત્રણ દેશના T20 ટીમના કેપ્ટનની તસવીર જોવા મળ છે. સૂર્યકુમાર યાદવ T20માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. એશિયા કપનો આ પ્રોમો લીડ્સમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે બતાવવામાં આવ્યો.

ટુર્નામેન્ટમાં 8 ટીમ લેશે ભાગ

આ વખતે એશિયા કપમાં 8 ટીમ ભાગ લેશે. જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, હોન્ગ કોન્ગ. યુએઈ અને ઓમાન સામેલ છે, પરંતુ આમાં અત્યારે પાકિસ્તાનના રમવા પર સસ્પેન્સ બનેલું છે.


  • Follow us on: