ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 24 જૂને લીડ્સમાં પૂર્ણ થઈ. આ મેચમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 5 વિકેટથી હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી. તે મેચ બાદ ICCએ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે.
આ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ધૂમ મચાવી છે. રિષભ પંત પહેલી ટેસ્ટમાં બંને ઈનિંગમાં સદી ફટકારી હતી, જે બાદ તેને ટેસ્ટ રેન્કિંગમાં જોરદાર ફાયદો થયો છે.
ટેસ્ટ રેન્કિંગમાં રિષભ પંતે રચ્યો ઈતિહાસ
લીડ્સમાં ટેસ્ટ બાદ રિષભ પંત આઈસીસી ટેસ્ટ બેટિંગની લેટેસ્ટ રેન્કિંગમાં સાતમા સ્થાન પર પહોંચી ગયો છે. આ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પંત પહેલો એવો વિકેટકીપર બેટ્સમેન બન્યો છે, જેને ટેસ્ટ રેન્કિંગમાં 800 પોઈન્ટ્સ મળ્યા છે. આઈસીસી ટેસ્ટ બેટિંગની રેન્કિંગમાં રિષભ પંતને 801 રેન્કિંગ પોઈન્ટ મળ્યા છે. રિષભ પંતે પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવી છે.
પંતની બંને ઈનિંગમાં ફટકારી હતી સદી
લીડ્સ ટેસ્ટની બંને ઈનિંગમાં પંતે સદી ફટકારી હતી. પહેલી ઈનિંગમાં તેને 134 રન અને બીજી ઈનિંગમાં 118 રન બનાવ્યા હતા. આ સિવાય ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં સદી ફટકારનાર રિષભ પંત દુનિયાનો બીજો વિકેટકીપર બેટ્સમેન બન્યો છે. આ પહેલો આ સિદ્ધિ ઝિમ્બાબ્વેના દિગ્ગજ બેટ્સમેન એન્ડી ફ્લાવરે હાંસલ કરી હતી.
બેન ડકેટને પણ થયો ફાયદો
પહેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના ઓપનર બેટ્સમેન બેન ડકેટે પણ ધૂમ મચાવી હતી. બેન ડકેટે પહેલી ઈનિંગમાં 62 અને બીજી ઈનિંગમાં 149 રનની ઈનિંગ રમી હતી. જે બાદ ટેસ્ટ રેન્કિંગમાં બેન ડકેટની જોરદાર ફાયદો થયો છે. બેન ડકેટે 5 સ્થાનની છલાંગ લગાવીને આઠમાં સ્થાને પહોંચી ગયો છે.