ઈંગ્લેન્ડ સિરીઝ સમાપ્ત થઈ ગઈ છે અને હવે ક્રિકેટ ફેન્સ એશિયા કપ 2025ની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે એશિયા કપ આવતા મહિને 9 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં થઈ શકે છે. એવા પણ સમાચાર છે કે શુભમન ગિલ પણ આ ટુર્નામેન્ટ દ્વારા T20 ટીમમાં વાપસી કરી શકે છે. તમને જણાવી દઈએ કે શુભમન ગિલ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાનો ભાગ નથી.
શુભમન ગિલ છેલ્લે ટીમ ઈન્ડિયાની શ્રીલંકા સામેની T20 મેચમાં જોવા મળ્યો હતો. ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ આ મેગા ટુર્નામેન્ટમાં પણ ટીમનો ભાગ ન હતો. મીડિયા રિપોર્ટ મુજબ તે એશિયા કપમાં વાપસી કરી શકે છે. તેના સિવાય યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શનના નામ પણ આ લિસ્ટમાં સામેલ છે.
ઓપનિંગ બેટ્સમેનની રેસમાં છે ત્રણ બેટ્સમેન
એશિયા કપ 2025ની T20 ટીમમાં સમાવેશ કરવા લઈને ત્રણ બેટ્સમેનોના નામ સામે આવી રહ્યા છે. આમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શનનું નામ શામેલ છે. જો આપણે યશસ્વી જયસ્વાલ વિશે વાત કરીએ તો તે ODI અને T20 પ્રતિબદ્ધતાને કારણે ટીમની બહાર છે. હવે એક અહેવાલ છે કે મેનેજમેન્ટ તેને એશિયા કપ 2025 દરમિયાન ટીમમાં સામેલ કરવા પર વિચાર કરી શકે છે.
શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ સિવાય મેનેજમેન્ટ સાઈ સુદર્શનને પણ ટીમમાં સામેલ કરી શકે છે. સાઈ સુદર્શન IPL 2025 માં ગુજરાત ટાઈટન્સ માટે રમ્યો હતો. આ દરમિયાન તેને શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. આ સિઝનમાં શુભમન ગિલ સાથે મળીને તેને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. એશિયા કપ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન UAEમાં રમાશે. આ દરમિયાન ફાઈનલમાં પહોંચનારી ટીમે કુલ 6 મેચ રમવાની રહેશે.
ચાર ઓપનરો માટે એકસાથે જોડાવું મુશ્કેલ?
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શનને ટીમમાં રાખવાનો નિર્ણય મેનેજમેન્ટ માટે મુશ્કેલ રહેશે. આ પાછળનું કારણ એ છે કે ત્રણેય બેટ્સમેન ઓપનર છે. અભિષેક શર્મા પહેલેથી જ T20 ટીમનો ભાગ છે. આ સિવાય તે હાલમાં T20 માં નંબર-1 બેટ્સમેન પણ છે. આ પરિસ્થિતિમાં હવે ટીમની જાહેરાતના દિવસે જ ખબર પડશે કે કોણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બને છે અને કોણ નહીં.