કુલદીપ યાદવને એશિયા કપ 2025 માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. તે આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે. તે પહેલા કુલદીપ યાદવેનવું કામ શરૂ કર્યું છે.
કુલદીપને ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમાયેલી 5 મેચની ટેસ્ટ સિરીઝમાં પણ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને પ્લેઇંગ 11માં તક મળી ન હતી. કુલદીપે એશિયા કપ પહેલા નવો બિઝનેસ શરૂ કર્યો છે.
કુલદીપ યાદવે શરૂ કર્યું નવું કામ
એશિયા કપ પહેલા કુલદીપ યાદવે પોતાની યુટ્યુબ ચેનલ બનાવી છે. ખાસ વાત એ છે કે કુલદીપ તેની ચેનલ પર ક્રિકેટ વિશે વાત કરશે નહીં, પરંતુ તે તેની ચેનલ પર ફૂટબોલ વિશે વાત કરશે. હાલમાં તેની ચેનલના 3.93K સબ્સ્ક્રાઈબર્સ છે.
કુલદીપને ફૂટબોલ ખૂબ ગમે છે. તેને ઘણી વખત તેની વાતચીતમાં આનો ઉલ્લેખ કર્યો છે. કુલદીપે તેની ચેનલ પર લખ્યું છે કે ક્રિકેટ મારી રમત છે, જ્યારે ફૂટબોલ મારો જુસ્સો છે.
આ ખેલાડીઓએ શરૂ કરી છે પોતાની ચેનલ
કુલદીપ જ નહીં, પરંતુ મોહમ્મદ શમી, આર. અશ્વિન, હરભજન સિંહ અને ઈરફાન પઠાણ જેવા સ્ટાર ખેલાડીઓએ પણ પોતાની યુટ્યુબ ચેનલો શરૂ કરી છે. આ ખેલાડીઓ તેમની ચેનલો પર ક્રિકેટ વિશે વાત કરે છે, જ્યારે કુલદીપ તેમની ચેનલ પર ફૂટબોલ વિશે વાત કરશે.
કુલદીપ યાદવનું દુલીપ ટ્રોફીમાં નિરાશાજનક પ્રદર્શન
એશિયા કપ પહેલા કુલદીપ યાદવ દુલીપ ટ્રોફીનો ભાગ હતો. તેને સેન્ટ્રલ ઝોન તરફથી ભાગ લીધો હતો. પરંતુ તે તેની બોલિંગમાં નિષ્ફળ ગયો. તેને પહેલી ઈનિંગમાં 20 ઓવર ફેંકી હતી. પરંતુ તેને એક પણ વિકેટ લીધી ન હતી. કુલદીપે બીજી ઈનિંગમાં પણ નિરાશ કર્યા હતા. તેને 12 ઓવર ફેંકી હતી, પરંતુ એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. તે બંને ઈનિંગમાં પોતાનું ખાતું ખોલી શક્યો ન હતો.