એશિયા કપ 2025 માટે ભારતીય ટીમનું સિલેક્શન થાય તે પહેલાં રિંકુ સિંહ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો. એશિયા કપ માટે રિંકુ સિંહનું સિલેક્શન થશે કે નહીં તે અંગે સવાલો હતા. પરંતુ ટીમમાં સિલેક્શન થયા પછી રિંકુ ઉત્તર પ્રદેશ પ્રીમિયર લીગ 2025 માં બેટથી ધૂમ મચાવી રહ્યો છે.


રિંકુ એક પછી એક મજબૂત ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાનું ટેન્શન દૂર કરી રહ્યો છે. પરંતુ રિંકુના ખોવાયેલા ફોર્મ અને કરિયરને પાટા પર લાવવામાં સૌથી મોટો ફાળો તે વ્યક્તિનો છે જેને તાજેતરમાં ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો.

રિંકુ સિંહ કોના કારણે ફોર્મમાં પરત આવ્યો?

રિંકુ સિંહે મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે અભિષેક નાયરના નેતૃત્વ હેઠળની તાલીમથી તેમને ફોર્મમાં પાછા આવવામાં ઘણી મદદ મળી. તેને કહ્યું કે "હું મુંબઈમાં તાલીમ લઈ રહ્યો હતો અને KKR એકેડેમીમાં અભિષેક નાયર સર સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તેમને મને ઘણી મદદ કરી અને મારી રમતને એક અલગ સ્તરે લઈ જવાની સૂચના આપી.

T20 ક્રિકેટ ખૂબ જ ડિમાન્ડિંગ છે. એકવાર તમે લાંબા સમય સુધી IPL રમો છો, તો બોલરો તમારી બેટિંગને સમજે છે. એટલા માટે તમારી રમતમાં સતત કેટલાક ફેરફારો કરવા જરૂરી છે. હું નવી વસ્તુઓ શીખતો રહું છું. હું મારી બેટિંગમાં કેટલાક નવા શોટ ઉમેરતો રહું છું."

રિંકુએ ગંભીરની કરી ખૂબ પ્રશંસા

રિંકુ સિંહે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની પ્રશંસા કરી. તેને કહ્યું કે "ગૌતમ ગંભીરે હંમેશા મને સપોર્ટ કર્યો છે અને તેઓ સતત મને સપોર્ટ આપી રહ્યા છે. જ્યારે હું KKRમાં પહેલીવાર તેમને મળ્યો ત્યારે તેમને મને ઘણો આત્મવિશ્વાસ આપ્યો. તેઓ હંમેશા તેમના ખેલાડીઓને સપોર્ટ આપે છે. તેમની પાસે ઘણું જ્ઞાન છે. મને તેમની સાથે કામ કરવાની ખરેખર મજા આવે છે. બેટિંગ દરમિયાન વાતચીત હોય કે ટ્રેનિંગ દરમિયાન. હું ફરીથી તેમના કોચિંગ હેઠળ રમવા માટે ઉત્સુક છું. ગૌતમ ગંભીર સર સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવો એ એક ખાસ લાગણી છે."


  • Follow us on: