બાંગ્લાદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે. બાંગ્લાદેશે T20 વર્લ્ડકપ માટે ભારત આવવાની ના પાડી દીધી છે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બાંગ્લાદેશ T20 વર્લ્ડકપમાં ભાગ લેશે નહીં. બાંગ્લાદેશ સતત ભારતમાં રમવાની ના પાડી રહ્યું હતું, ત્યારબાદ ICCએ તેમને સ્પષ્ટપણે કહ્યું કે સ્થળ બદલવામાં આવશે નહીં. હવે બાંગ્લાદેશે ભારતમાં વર્લ્ડકપ ન રમવાનો નિર્ણય લીધો છે.


તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડકપ 2026 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં રમાશે. T20 વર્લ્ડકપને બોયકોટ કર્યા પછી હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ તરફથી એક મોટું નિવેદન આવ્યું છે.

BCBએ ICC પર લગાવ્યો આરોપ

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમીનુલ ઈસ્લામ બુલબુલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ICC સાથે વાતચીત ચાલુ રાખશે. તેઓ વર્લ્ડકપ રમવા માગે છે, પરંતુ તેઓ ભારતમાં નહીં રમે. તેઓ લડતા રહેશે. ICC બોર્ડ મીટિંગમાં કેટલાક આશ્ચર્યજનક નિર્ણયો લેવામાં આવ્યા હતા. મુસ્તફિઝુરનો મામલો એકલો નથી. ભારત તે બાબતમાં એકમાત્ર નિર્ણય લેનારા હતા.

તેમને વધુમાં કહ્યું કે ICC એ તેમની મેચો ભારતમાંથી ખસેડવાની વિનંતીને નકારી કાઢી હતી. તેઓ વિશ્વ ક્રિકેટની સ્થિતિ વિશે ચોક્કસ નથી. તેની પોપ્યુલારિટી ઘટી રહી છે. તેઓએ 200 મિલિયન લોકોને બંધ કરી દીધા છે. ક્રિકેટ ઓલિમ્પિકમાં જઈ રહ્યું છે, પરંતુ જો આપણા જેવો દેશ ત્યાં જઈ રહ્યો નથી, તો તે ICCની નિષ્ફળતા છે.

બાંગ્લાદેશે ટીમ ભારત ન મોકલવાનો લીધો નિર્ણય

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ છેલ્લા કેટલાક દિવસોથી ICC ને T20 વર્લ્ડકપનું સ્થળ બદલવાની વિનંતી કરી રહ્યું છે. KKRએ તાજેતરમાં BCCIના કહેવા પર બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને તેમની ટીમમાંથી રિલીઝ કર્યો હતો. આનાથી નારાજ થઈને, બાંગ્લાદેશે તેમની ટીમ ભારત ન મોકલવાનો નિર્ણય લીધો. 

નવી ટીમને તક મળશે

તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડકપ 2026માં કુલ 20 ટીમો ભાગ લેશે. બાંગ્લાદેશને ગ્રુપ C માં રાખવામાં આવ્યું હતું, જેમાં ઈટાલી, વેસ્ટ ઈન્ડિઝ, નેપાળ અને ઈંગ્લેન્ડનો પણ સામેલ છે. બાંગ્લાદેશના વર્લ્ડકપમાંથી ખસી ગયા બાદ હવે વર્લ્ડકપ માટે એક નવી ટીમ પસંદ કરવામાં આવશે.

આ પણ વાંચો: Team Indiaએ ન્યુઝીલેન્ડને પહેલી T20Iમાં હરાવ્યું, અભિષેક અને રિંકુની ધમાકેદાર ઈનિંગ



  • Follow us on: