ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝ ચાલી રહી છે. સિરીઝની પહેલી મેચ 21 જાન્યુઆરીએ નાગપુરમાં રમાઈ હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ભારતીય ટીમે મોટો સ્કોર બનાવ્યો હતો.


ટીમ ઈન્ડિયા તરફથી અભિષેક શર્માએ ધમાકેદાર અડધી સદી ફટકારી, જ્યારે હાર્દિક પંડ્યા અને રિંકુ સિંહે પણ જોરદાર પ્રદર્શન કર્યું. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20Iમાં ન્યુઝીલેન્ડને 48 રનથી હરાવ્યું. ભારતે પહેલી મેચ જીતીને સિરીઝમાં 1-0થી લીડ મેળવી હતી.

અભિષેક-રિંકુની શાનદાર ઈનિંગ

ઓપનિંગ બેટ્સમેન સંજુ સેમસન ટીમને સારી શરૂઆત આપવામાં નિષ્ફળ રહ્યો. તે 7 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો. અભિષેક શર્માએ પણ 35 બોલમાં 84 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. સૂર્યકુમાર યાદવે પણ 22 બોલમાં 32 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાએ પણ 16 બોલમાં 25 રન બનાવ્યા.

રિંકુ સિંહે પણ 20 બોલમાં 44 રનની અણનમ ઈનિંગ રમી, જેનાથી ભારતનો સ્કોર 238/7 સુધી પહોંચવામાં મદદ મળી. ન્યુઝીલેન્ડ માટે, જેકબ ડફીએ 4 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી, જ્યારે કાયલ જેમીસન મોંઘો સાબિત થયો, તેને 4 ઓવરમાં 54 રન આપીને 2 વિકેટ લીધી.

ન્યુઝીલેન્ડની ખરાબ શરુઆત

લક્ષ્યનો પીછો કરતા ન્યુઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવેએ 2 બોલમાં 0 રન બનાવ્યા, જ્યારે ટિમ રોબિન્સન 15 બોલમાં 21 રન બનાવ્યા. ચોથા નંબર પર બેટિંગ કરતા ગ્લેન ફિલિપ્સે ન્યુઝીલેન્ડની ઈનિંગનું નેતૃત્વ કર્યું, 40 બોલમાં 78 રન બનાવ્યા. તે પોતાની ઈનિંગ દરમિયાન આક્રમક શોટ રમી રહ્યો હતો. પરંતુ તેને ઈનિંગની વચ્ચે ટીમનો સાથ છોડ્યો અને આઉટ થયો.

માર્ક ચેપમેને 24 બોલમાં 39 રન બનાવ્યા. ન્યુઝીલેન્ડ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 190 રન બનાવી શક્યું. ભારત તરફથી અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી, જ્યારે અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી.

આ પણ વાંચો: IND Vs NZ: T20I મેચ કેટલા વાગ્યે શરૂ થશે? જાણો સમગ્ર ડિટેલ્સ


  • Follow us on: