ઈંગ્લેન્ડ પ્રવાસ પર રિષભ પંતની ગેરહાજરીમાં વિકેટકીપરની ભૂમિકા ભજવનાર ધ્રુવ જુરેલને દુલીપ ટ્રોફી 2025 માટે સેન્ટ્રલ ઝોનના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. કુલદીપ યાદવ, દીપક ચહર, રજત પાટીદાર સહિત ઘણા મોટા નામો ધ્રુવ જુરેલના નેતૃત્વમાં રમતા જોવા મળશે.


રજત પાટીદારની ફિટનેસ પર હજુ પણ સવાલ છે. હર્ષ દુબે અને ખલીલ અહેમદ પણ આ ટીમનો ભાગ હશે. સિલેક્ટર્સે કુલ 15 ખેલાડીઓની પસંદગી કરી છે, જ્યારે 6 ખેલાડીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

ધ્રુવ જુરેલને મળી કેપ્ટનશીપ

ધ્રુવ જુરેલને દુલીપ ટ્રોફી 2025 માટે સેન્ટ્રલ ઝોનનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ધ્રુવ જુરેલ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમનો ભાગ હતો. ઓવલ ટેસ્ટમાં ધ્રુવ જુરેલે પહેલી ઈનિંગમાં 19 રન અને બીજી ઈનિંગમાં 34 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ-એ સામે વિકેટકીપર બેટ્સમેનનું પ્રદર્શન મજબૂત રહ્યું.


આ કારણોસર ધ્રુવ જુરેલને ટીમની કમાન સોંપવામાં આવી છે. કુલદીપ યાદવ, રજત પાટીદાર, હર્ષ દુબે, ખલીલ અહેમદ અને દીપક ચહર જેવા મજબૂત ખેલાડીઓ ધ્રુવ જુરેલની કેપ્ટનશીપ હેઠળ રમતા જોવા મળશે. રજત પાટીદારને ટીમમાં રાખવામાં આવ્યો છે, તેમ છતાં તેની ફિટનેસ પર હજુ પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે.

પહેલી મેચમાં નોર્થ ઝોન સાથે થશે ટક્કર

દુલીપ ટ્રોફી 2025 28 ઓગસ્ટથી શરૂ થશે. સેન્ટ્રલ ઝોનની ટીમ નોર્થ ઈસ્ટ ઝોન સામે પોતાનું અભિયાન શરૂ કરશે. ક્વાર્ટર ફાઈનલ જીતનારી ટીમને સેમીફાઈનલની ટિકિટ મળશે. સાઉથ અને વેસ્ટ ઝોનની ટીમોને સીધી સેમીફાઈનલની ટિકિટ મળી ગઈ છે. ટુર્નામેન્ટનો ટાઈટલ મેચ 11 સપ્ટેમ્બરે રમાશે. આ વખતે દુલીપ ટ્રોફી જૂના ફોર્મેટમાં યોજાઈ રહી છે. આ વખતે 6 ટીમો ટાઈટલ માટે એકબીજા સાથે ટકરાતી જોવા મળશે.

  • Follow us on: