પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર વિજયકુમાર વૈશાક બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ ગયા હોવાના સમાચાર સામેલ છે. ફાસ્ટ બોલર નોર્થ ઝોન સામે સેમીફાઈનલ મેચમાં સાઉથ ઝોન તરફથી રમવાનો હતો. પરંતુ ફિટનેસ ટેસ્ટ પાસ ન કરી શકવાને કારણે તે હવે સેમીફાઈનલ મેચમાં રમશે નહીં.
મીડિયા રિપોર્ટ મુજબ વિજયકુમાર વૈશાક ડોમેસ્ટિક સિઝન અને એશિયા કપની શરૂઆત પહેલાં તમામ ક્રિકેટરો માટે ફરજિયાત બનાવેલી ફિટનેસ એસેસમેન્ટ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો.
પંજાબ કિંગ્સનો ફાસ્ટ બોલર વિજયકુમાર વૈશાક બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ ગયો, જેના કારણે તે નોર્થ ઝોન સામેની સેમીફાઈનલમાં રમી શકશે નહીં. તેમના સ્થાને વાસુકી કૌશિકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
IPLમાં પંજાબ કિંગ્સ તરફથી રમ્યો હતો વિજયકુમાર વૈશાક
વિજયકુમાર વૈશાક છેલ્લે IPLમાં રમતો જોવા મળ્યો હતો . તેને પંજાબ કિંગ્સ માટે 5 મેચ રમી હતી અને 4 વિકેટ લીધી હતી. ઈજામાંથી સ્વસ્થ થયા પછી તે IPL રમવા આવ્યો હતો. તમને જણાવી દઈએ કે વિજયકુમાર વૈશાકના સ્થાને વાસુકી કૌશિકને સાઉથ ઝોન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેને 23 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 93 વિકેટ લીધી છે.
સેમીફાઈનલ પહેલા સાઉથ ઝોનનો કેપ્ટન પણ બદલાયો
સાઉથ ઝોન અને નોર્થ ઝોન વચ્ચેની મેચ પહેલા સાઉથ ઝોન ટીમનો કેપ્ટન પણ બદલાયો હતો. કેરળના મોહમ્મદ અઝહરુદ્દીનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલા તિલક વર્મા સાઉથ ઝોનનો કેપ્ટન હતો. પરંતુ તેને એશિયા કપ 2025 માટે દુબઈ જવાનું છે, તેથી તે સેમીફાઈનલ મેચનો ભાગ બની શકશે નહીં. એન જગદીસનને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે આર સાઈ કિશોર ઈજાને કારણે 4 સપ્ટેમ્બરે યોજાનારી મેચમાંથી બહાર થઈ ગયો છે.
સેમીફાઈનલ માટે સાઉથ ઝોન ટીમ
મોહમ્મદ અઝહરુદ્દીન (કેપ્ટન અને વિકેટકીપર), તન્મય અગ્રવાલ, દેવદત્ત પડ્ડીકલ, મોહિત કાલે, સલમાન નિઝાર, એન જગદીસન (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), ટી વિજય, તનય ત્યાગરાજન, વાસુકી કૌશિક, એમડી નિધિશ, રિકી ભુઈ, બાસિલ એનપી, ગુપજાપનીત સિંહ, સ્નેહલ કૌથંકર, અંકિત કુમાર, શેખ રશીદ.