એડન માર્કરામે ઈંગ્લેન્ડની ધરતી પર પોતાની પહેલી વનડેમાં બેટથી ધૂમ મચાવી દીધી છે. એડન માર્કરામે હેડિંગ્લીમાં ઈંગ્લેન્ડના બોલર્સને હેરાન કરી દીધા છે. આ પ્રોટીઝ બેટ્સમેને માત્ર 55 બોલનો સામનો કરીને 86 રનની ઝડપી ઈનિંગ રમી હતી.


એડન માર્કરામે રચ્યો ઈતિહાસ

એડન માર્કરામે માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો. તે ઓપનર તરીકે સાઉથ આફ્રિકા માટે વનડેમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. એડન માર્કરામની શાનદાર ઈનિંગના આધારે મહેમાન ટીમે ઈંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું.

એડન માર્કરામે મચાવી ધૂમ

ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા 132 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમને એડમ માર્કરામ અને રિયાન રિકલ્ટને શાનદાર શરૂઆત આપી હતી. બંનેએ મળીને પહેલી વિકેટ માટે 18.1 ઓવરમાં 121 રન બનાવ્યા હતા. એડન માર્કરામે ઈંગ્લેન્ડના દરેક બોલરનો સામનો કર્યો અને મેદાનના ખૂણામાં શક્તિશાળી શોટ માર્યા.


એડન માર્કરામે માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. એડન માર્કરામે પોતાની વિસ્ફોટક ઈનિંગને કારણે સાઉથ આફ્રિકાએ માત્ર 5.2 ઓવરમાં 50 રનનો આંકડો પાર કરી દીધો. 86 રનની પોતાની વિસ્ફોટક ઈનિંગમાં રાઈટ હેન્ડ બેટ્સમેને 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. 156ના સ્ટ્રાઈક રેટથી રમતા એડન માર્કરામે 86 રન ફટકાર્યા.

સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ

એડન માર્કરામે સાઉથ આફ્રિકા માટે ઓપનર તરીકે સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. એડન માર્કરામ ઈંગ્લેન્ડ-સાઉથ આફ્રિકા સિરીઝમાં ODI ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેને ક્રિસ મોરિસનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

2016માં મોરિસે 30 બોલમાં અડધી સદી ફટકારી હતી. એડન માર્કરામ સિવાય રિયાન રિકલ્ટન 31 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ પહેલા આખી ઈંગ્લેન્ડ ટીમ ફક્ત 131 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. બોલિંગમાં સાઉથ આફ્રિકા તરફથી વિઆન મુલ્ડરે 3 વિકેટ અને કેશવ મહારાજે 4 વિકેટ લીધી હતી.


  • Follow us on: