શ્રીલંકા જીતની નજીક પહોંચી ગયું હતું પરંતુ ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચ હારી ગયું. માત્ર 129 રનના ટાર્ગેટનો પીછો કરતા શ્રીલંકા 116 રનમાં ઓલઆઉટ થઈ ગયું. જેકબ બેથેલની બોલિંગે ઈંગ્લેન્ડને હારી ગયેલી દેખાતી મેચમાં જીત અપાવી.
જેકબ બેથેલે 1 જ ઓવરમાં 3 વિકેટ લઈને મેચનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખ્યો. શ્રીલંકાએ 90 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી, અને જીતની નજીક લાગતી હતી. પરંતુ ટીમે માત્ર 26 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી અને ઈંગ્લેન્ડે 12 રનથી જીત મેળવી હતી. ઈંગ્લેન્ડે 3 મેચની સિરીઝ 3-0થી જીતી લીધી.
જેકબ બેથેલ હારેલી રમતને જીતમાં ફેરવી નાખી
17 ઓવર પછી શ્રીલંકાએ 6 વિકેટ ગુમાવીને 108 રન બનાવી લીધા હતા. જીતવા માટે તેમને ફક્ત 21 રનની જરૂર હતી. કેપ્ટન હેરી બ્રુકે 18મી ઓવર જેકબ બેથેલને ફેંકવાનું કામ સોંપ્યું. કેપ્ટનનો આ નિર્ણય સફળ રહ્યો. જેકબ બેથેલે ઓવરના બીજા બોલે જ ડુનિથ વેલ્લાલેજને આઉટ કર્યો. એક બોલ પછી દુષ્મંથ ચમીરા પણ જેકબ બેથેલની સ્પિન બોલ પર કેચ થઈ ગયો અને કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો. જેકબ બેથેલે ઓવરના છેલ્લા બોલ પર વિકેટ લીધી અને શ્રીલંકાની હાર પર મહોર લગાવી.
દાસુન શનાકા જેકબ બેથેલના હાથમાંથી આવેલા બોલને વાંચવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને સ્ટમ્પ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. મેચની છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર જેકબ બેથેલે તીક્ષાણાને આઉટ કરીને ઈંગ્લેન્ડને યાદગાર જીત અપાવી. 3.3 ઓવરના પોતાના સ્પેલમાં બેથેલે માત્ર 11 રન આપીને 4 વિકેટ લીધી. વિલ જેક્સે પણ 14 રન આપીને 3 વિકેટ લીધી. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે સૌથી વધુ 26 રન બનાવ્યા, જ્યારે પથુમ નિસાન્કાએ 12 બોલમાં 23 રન બનાવ્યા.
ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી
ટોસ જીત્યા પછી ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ તેનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો. બેન ડકેટ ગોલ્ડન ડક પર આઉટ થયો. જેકબ બેથેલ પણ નોંધપાત્ર અસર કરવામાં નિષ્ફળ ગયો, તેને ફક્ત 3 રન બનાવ્યા. ટોમ બેન્ટન પણ ફક્ત 7 રન બનાવીને આઉટ થયો. કેપ્ટન હેરી બ્રુક પણ બેટથી ખરાબ રીતે નિષ્ફળ ગયા, તેને ફક્ત 4 રન બનાવ્યા. જોસ બટલરે પણ 34 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમને સારી સ્થિતિમાં મૂકી દીધી. બટલર 21 બોલમાં 25 રન બનાવીને આઉટ થયો.
60 રન પર 6 વિકેટ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડ માટે 100 રનનો આંકડો પાર કરવાની તક મુશ્કેલ લાગતી હતી. પરંતુ સેમ કુરન અને લિયામ ડોસને બાજી સંભાળી અને ટીમને 100 રનથી વધુ પહોંચાડવામાં સફળ રહ્યા. ડોસન 14 રન બનાવીને આઉટ થયો. સેમ કરન એક છેડે બેટિંગ કરતા રહ્યો અને 48 બોલમાં 58 રન બનાવ્યા.
શ્રીલંકા માટે દુષ્મંથ ચમીરાએ તેની બોલિંગથી ધૂમ મચાવી દીધી. દુષ્મંથ ચમીરા સામે ઈંગ્લેન્ડનો બેટિંગ ઓર્ડર સંપૂર્ણપણે લાચાર દેખાતો હતો. તેને તેના 4 ઓવરના સ્પેલમાં માત્ર 24 રન આપીને 5 વિકેટ લીધી. મથિશા પથિરાનાએ પણ માત્ર 27 રન આપીને 2 વિકેટ લીધી.
આ પણ વાંચો: Team India રમશે વોર્મ-અપ મેચ, જાણો ક્યારે અને ક્યાં સમયે જોઈ શકાશે?