ભારતીય ખેલાડી સાઈ કિશોરને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમનો ભાગ બનાવવામાં આવ્યો નથી. પરંતુ હવે તે ઈંગ્લેન્ડમાં રમતો જોવા મળશે. તેને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં 2 મેચ માટે સરે ટીમ સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે. તે જુલાઈના અંતમાં આ બંને મેચ રમશે. સાઈ કિશોર છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે.
સાઈ કિશોરે કહી આ વાત
સાઈ કિશોરે કહ્યું કે હું આગામી બે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ માટે સરે ક્લબમાં જોડાવા માટે ખરેખર ઉત્સાહિત છું. સરે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ક્લબોમાંની એક છે અને મેં ઘણા લોકો પાસેથી આ સેટઅપ વિશે સારી વાતો સાંભળી છે.
Also Read
Team Indiaની 58 વર્ષની લાંબી રાહ પૂર્ણ, ઐતિહાસિક જીત બાદ પણ નોંધાયો શરમજનક રેકોર્ડ
6,6,6,6,6,6,6,6,6,4,4,4,4,4,4... 277નો સ્ટ્રાઈક રેટ, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ
Ravindra Jadejaએ રચ્યો ઈતિહાસ, આવું કરનાર દુનિયાનો પહેલો ખેલાડી બન્યો
સરેના હાઈ-પર્ફોમરમેન્સ સલાહકાર એલેક સ્ટુઅર્ટે કહ્યું કે મને આગામી બે મેચ માટે અમારી ટીમમાં સાઈ કિશોરને સામેલ કરીને આનંદ થાય છે. તમિલનાડુ માટે તેનો રેકોર્ડ સારો છે અને તેની પાસે અનુભવની કોઈ કમી નથી.
સાઈ કિશોરનું ગુજરાત ટાઈટન્સમાં શાનદાર પ્રદર્શન
સાઈ કિશોર આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ ટીમનો ભાગ છે અને તેને અત્યાર સુધીમાં આઈપીએલમાં કુલ 32 વિકેટ લીધી છે. આ સિવાય તેને આઈપીએલ 2025 માં પણ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું અને કુલ 19 વિકેટ લીધી. તેને આઈપીએલ 2025 ના પ્લેઓફમાં ગુજરાતને લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોઈપણ બેટ્સમેન માટે તેના બોલને સમજવું સરળ નથી.
સાઈ કિશોરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં લીધી છે 192 વિકેટ
સાઈ કિશોરનો ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. તેને 60 લિસ્ટ-એ મેચોમાં કુલ 99 વિકેટ લીધી છે. આ સિવાય તેને 46 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 192 વિકેટ પોતાના નામે કરી છે. તાજેતરમાં કેપ્ટન તરીકે તેને તિરુપુર તમિઝાન્સ ટીમને તમિલનાડુ પ્રીમિયર લીગમાં ટાઈટલ અપાવ્યું. TNPL 2025ની ફાઈનલમાં તેની ટીમે રવિચંદ્રન અશ્વિનની આગેવાની હેઠળની ડિંડીગુલ ડ્રેગન્સને 118 રનથી હરાવ્યું.