ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટનનો કિલ્લો પહેલીવાર ધ્વસ્ત કર્યો. 58 વર્ષની લાંબી રાહ બાદ ભારતીય ટીમે આ ગ્રાઉન્ડ પર પહેલી જીત મેળવી છે. બેટ્સમેનના ટોપ ક્લાસ શો પછી ભારતીય બોલરોએ પણ ધૂમ મચાવી. આકાશદીપ આગળ ઈંગ્લિશ બેટિંગ ઓર્ડર પત્તાના ઢગલાની જેમ વિખેરાઈ ગયો.


608 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે ઈંગ્લેન્ડની આખી ટીમ માત્ર 271 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. શુભમન ગિલની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે વિદેશી ધરતી પર સૌથી મોટી જીત મેળવી. પરંતું આ જીત છતાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો છે.

ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટનમાં પહેલી જીત મેળવવામાં 58 વર્ષ લાગી ગયા. ગિલની યુવા બ્રિગેડે સૌથી વધુ મેચ રમ્યા બાદ આ ગ્રાઉન્ડ પર પહેલી જીત મેળવનાર ટીમ બની છે. ભારતને એજબેસ્ટનમાં પહેલી જીત 19 ટેસ્ટ મેચ બાદ મળી છે. ભારતથી પહેલા આ શરમજનક રેકોર્ડ પાકિસ્તાનના નામે હતો, જેને 17 ટેસ્ટ મેચ રમ્યા બાદ લોર્ડસમાં પહેલી જીત મેળવી હતી.

બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 336 રનથી હરાવી. આકાશદીપ સામે ઈંગ્લેન્ડનો બેટિંગ ઓર્ડર ફ્લોપ રહ્યો. પહેલી ઈનિંગમાં આકાશે 4 વિકેટ લીધી. જ્યારે બીજી ઈનિંગમાં આકાશદીપે ધૂમ મચાવીને 6 ઈંગ્લિશ બેટ્સમેનની વિકેટ લીધી.

શુભમન ગિલે રચ્યો ઈતિહાસ

શુભમન ગિલે એજબેસ્ટનમાં એક કેપ્ટન તરીકે પહેલી જીત મેળવી. આ જીત સાથે શુભમન ગિલે ઈતિહાસ રચ્યો. શુભમન એક કેપ્ટન તરીકે ઘર બહાર જીત મેળવનાર સૌથી યુવા કેપ્ટન બની ગયો છે. તેને સુનીલ ગાવસ્કરનો 49 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. સુનીલ ગાવસ્કરે કેપ્ટન તરીકે 1976માં 26 વર્ષ 202 દિવસની ઉંમરે પહેલી જીત મેળવી હતી.

જ્યારે શુભમન ગિલે આ સિદ્ધિ 25 વર્ષ 301 દિવસમાં હાંસલ કરી છે. શુભમન ગિલ એક ટેસ્ટમાં 400થી વધુ રન બનાવનારો પહેલો એશિયન બેટ્સમેન પણ બન્યો છે.


  • Follow us on: