ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે બર્મિંગહામ ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે આ મેદાન પર ટેસ્ટ મેચ જીતનાર પહેલો એશિયન કેપ્ટન બન્યો છે. પરંતુ આ પછી પણ કેપ્ટન ગિલ સંપૂર્ણપણે ખુશ નથી.


કેપ્ટન શુભમન ગિલ હવે સિરીઝની ત્રીજી મેચ માટે તૈયારી કરવા જઈ રહ્યો છે. આ સાથે તેને સ્પષ્ટ કરી દીધું છે કે તે લોર્ડ્સ ટેસ્ટ મેચમાં આ વિજેતા ટીમ સાથે રમવાનો નથી. ગિલે આજે પ્લેઈંગ 11માં ફેરફારની જાહેરાત કરી છે.

કેપ્ટન ગિલ આ બોલરથી ખૂબ ખુશ

ટીમ ઈન્ડિયાએ બર્મિંગહામ ટેસ્ટ મેચમાં 336 રનથી મોટી જીત મેળવી છે. આ ઐતિહાસિક જીતના કેપ્ટન શુભમન ગિલે મેચ પછીના પ્રેઝન્ટેશન સેરેમનીમાં આ બોલરની પ્રશંસા કરી અને કહ્યું કે 'પહેલી મેચ પછી અમે જે કહ્યું તે બધું સાચું હતું. અમારી બોલિંગ અને ફિલ્ડિંગ જોવા લાયક હતી.


અમને ખબર હતી કે જો અમે આવી વિકેટ પર 400-500 રન બનાવીશું, તો અમે મેચમાં રહીશું. અમે દર વખતે આટલા બધા કેચ નહીં છોડીએ. આકાશદીપે ખૂબ જ દિલથી બોલિંગ કરી. તેને જે એરિયા અને લેન્થથી બોલિંગ કરી હતી તે બોલને બંને બાજુ ફેરવી રહ્યો હતો. આવી વિકેટ પર આવું કરવું મુશ્કેલ છે.'

શુભમન ગિલ પ્લેઈંગ 11માં કરશે ફેરફાર

સિરીઝની ત્રીજી મેચ 10 જુલાઈથી લોર્ડ્સમાં રમાશે. ટીમમાં ફેરફાર અંગે કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે 'હું કહીશ કે હું મારી રમતથી આરામદાયક અનુભવું છું. જો આપણે મારા યોગદાનથી સિરીઝ જીતીશું, તો મને ખુશી થશે. મેં આ પહેલા પણ કહ્યું છે, હું બેટ્સમેન તરીકે રમવા માંગુ છું, હું બેટ્સમેન તરીકે વિચારવા માંગુ છું. જસપ્રીત બુમરાહ ચોક્કસપણે લોર્ડ્સમાં પાછો આવશે. હું આ માટે ખૂબ જ ઉત્સાહિત છું. તે કદાચ વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત સ્ટેડિયમ છે. એક બાળકના સ્વરૂપમાં તમે ત્યાં રમવાનું સપનું જોતાં હશો.'


  • Follow us on: