જો તમે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ફેન છો તો તમારા માટે સારા સમાચાર છે. ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા આ બંને દિગ્ગજો ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં જોવા મળી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં એજબેસ્ટન ખાતે બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે.


આ પછી ત્રીજી મેચ લોર્ડ્સ ખાતે યોજાવાની છે, જેમાં રોહિત-વિરાટની હાજરી મેચનો ઉત્સાહ વધારી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ રોહિત-વિરાટ લંડનમાં છે અને આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં જોઈ શકાય છે.

મીડિયા રિપોર્ટ મુજબ એવું પણ કહેવામાં આવ્યું છે કે BCCI તેને લોર્ડ્સ ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રવાસમાં શુભમન ગિલ કેપ્ટન છે, કારણ કે સિરીઝ શરૂ થાય તે પહેલાં નિયમિત કેપ્ટન રોહિત શર્માએ રેડ બોલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું, ત્યારબાદ 3 દિવસ પછી વિરાટ કોહલીએ પણ 12 મે 2025 ના રોજ ટેસ્ટમાંથી સંન્યાસ લઈને ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા હતા.


રોહિત-વિરાટનું ટેસ્ટ કરિયર?

વિરાટ કોહલીએ ભારત માટે પોતાના ટેસ્ટ કરિયરમાં 123 મેચોમાં કુલ 9230 રન બનાવ્યા છે. તે દસ હજાર રન પૂરા કરી શક્યો હોત, પરંતુ તે પહેલા જ સંન્યાસ લઈ લીધો. ટેસ્ટમાં તેની પાસે 30 સદી અને 7 બેવડી સદી છે. રોહિત શર્માએ ભારત માટે 67 ટેસ્ટ મેચ રમી અને 4301 રન બનાવ્યા. રોહિતે 1 બેવડી સદી, 12 સદી અને 18 અડધી સદી ફટકારી છે.

ઈંગ્લેન્ડ પ્રવાસ પર પહેલી જીતની નજીક ટીમ ઈન્ડિયા

ઈંગ્લેન્ડ પ્રવાસ પર શુભમન ગિલના નેતૃત્વમાં ગયેલી ટીમ ઈન્ડિયા પહેલી ટેસ્ટ હારી ગઈ છે. લીડ્સમાં ટીમ ઈન્ડિયાની 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે એજબેસ્ટનમાં બીજી ટેસ્ટ ચાલી રહી છે, જેમાં ભારત જીતની કગાર પર છે. તેને ઈંગ્લેન્ડને 608 રનનો ટાર્ગેટ આપ્યો છે. છેલ્લા દિવસે ઈંગ્લેન્ડે 7 વિકેટ બાકી રાખીને 536 રન બનાવવાના છે. આ પીછો લગભગ અશક્ય છે, કારણ કે ટેસ્ટના ઈતિહાસમાં ક્યારેય પાંચમા દિવસે 500 રન બન્યા નથી.

  • Follow us on: