29 જૂન 2024ની તારીખ ભારતીય ક્રિકેટમાં હંમેશા ખાસ રહેશે. આઈસીસી ટ્રોફીનો 11 વર્ષનો દુષ્કાળ આ તારીખે પૂરો થયો હતો. બુમરાહ અને પછી હાર્દિક પંડ્યાની બોલિંગે સાઉથ આફ્રિકાના હાથમાંથી જીત છીનવી લીધી હતી.
સૂર્યકુમાર યાદવનો બાઉન્ડ્રી લાઈન પર પકડેલો તે અદ્ભુત કેચ આજે પણ ફેન્સને યાદ છે. આજથી એક વર્ષ પહેલા રોહિત શર્માની સેનાએ બાર્બાડોસમાં જીતનો ધ્વજ ફરકાવ્યો હતો.
ફાઈનવ મેચમાં કિંગ કોહલીની 76 રનની ઈનિંગ રમી, અક્ષર દ્વારા બનાવેલા આવેલા 31 બોલમાં 47 રન અને જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ. કેરેબિયન ધરતી પર ટીમ ઈન્ડિયાને બીજી વાર T20 ચેમ્પિયન બનાવવામાં ઘણાં હીરો હતાં. ટાઈટલ જીતવાની પહેલી એનિવર્સરી પર હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા ભાવુક થઈ ગયા હતા. બંનેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તે જીતને ક્યારેય ભૂલી શકાય તે ક્ષણ કહી.
રોહિત-હાર્દિક થયા ભાવુક
T20 વર્લ્ડકપ જીતવાના એક વર્ષ પૂર્ણ થના પર હાર્દિક પંડ્યાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ઐતિહાસિક જીતનો ઉલ્લેખ કરતો જોવા મળે છે. તેને કેપ્ટનમાં લખ્યું છે કે 'તે દિવસ જેને હું ક્યારેય નહીં ભૂલી શકું, આપણા બધા માટે ખાસ દિવસ.' તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ ઓવર ફેંકી હતી.
છેલ્લી ઓવરમાં જીત માટે સાઉથ આફ્રિકાને 16 રનની જરૂર હતી. પરંતુ હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરના પહેલા બોલ પર ડેવિડ મિલરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. બાઉન્ડ્રી લાઈન પર સૂર્યકુમાર યાદવે હાર્દિક પંડ્યાનો જોરદાર કેચ પકડ્યો. હાર્દિકે છેલ્લી ઓવરમાં માત્ર 8 રન જ આપ્યા અને ભારતને બીજી વાર T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવવ્યું હતું. હાર્દિક પંડ્યાએ ટાઈટલ મેચમાં માત્ર 20 રન આપીને 3 વિકેટ લીધી હતી.
રોહિત શર્માએ શેર કરી પોસ્ટ
રોહિત શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ટીમ ઈન્ડિયાના ચેમ્પિયન બનવાની તસવીર શેર કરી. રોહિત દ્વારા શેર કરેલી તસવીરમાં લખ્યું છે કે 'તે દિવસ જે હંમેશા આપણી યાદમાં રહી ગયો.' રોહિત શર્માની કેપ્ટનશીપમાં આખી ટુર્નામેન્ટ શાનદાર રહી હતી. ભારતીય ટીમને T20 વર્લ્ડકપ 2024માં એક પણ મેચમાં હારનો સામનો કરવો ન પડ્યો હતો. સેમીફાઈનલમાં હિટમેને શાનદાર બેટિંગ કરી હતી અને તેને ઈંગ્લેન્ડ સામે ધમાકેદાર બેટિંગ કરતાં 39 બોલમાં 57 રનની શાનદાર ઈનિંગ રમી હતી.