પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રૌફ અફઘાનિસ્તાન સામે શાનદાર બેટિંગ કરીને T20I ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો. UAE T20I ટ્રાઈ સિરીઝની ચોથી મેચમાં નંબર 10 પર બેટિંગ કરવા આવેલા હરિસ રૌફે માત્ર 16 બોલમાં 34 રનની અણનમ ઈનિંગ રમી.


આ દરમિયાન તેને 4 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા અને પોતાની ધમાકેદાર બેટિંગથી બધાને હેરાન કરી દીધા. હરિસ રૌફની આ ઈનિંગ પાકિસ્તાન ક્રિકેટ ઈતિહાસમાં નંબર 10 પર કોઈપણ બેટ્સમેનનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બની ગઈ. આ પહેલા આ રેકોર્ડ ફાસ્ટ બોલર વહાબ રિયાઝના નામે હતો, જેને નંબર 10 પર રમતી વખતે 24 રન બનાવ્યા હતા. હરિસ રૌફે માત્ર આ રેકોર્ડ તોડ્યો જ નહીં પરંતુ પોતાની આક્રમક ઈનિંગથી ટીમમાં મહત્વપૂર્ણ યોગદાન પણ આપ્યું.

પાકિસ્તાન માટે રચાયો ઈતિહાસ

હરિસ રૌફની અણનમ 34 રનની ઈનિંગ T20I ક્રિકેટમાં 10મા ક્રમે રમાયેલ સંયુક્ત બીજા નંબરનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર પણ છે. તે આ લિસ્ટમાં ઝિમ્બાબ્વેના ફરાઝ અકરમ સાથે પણ સામેલ છે, જેમને 10મા નંબરે બેટિંગ કરતી વખતે સમાન સંખ્યામાં રન બનાવ્યા હતા. હરિસ રૌફની આ શાનદાર ઈનિંગ દર્શાવે છે કે ક્રિકેટમાં, નીચલા ક્રમના ખેલાડીઓ પણ મેચનો માર્ગ બદલી શકે છે. પરંતુ હરિસ રૌફની ઈનિંગ પાકિસ્તાનને જીત અપાવી શકી નહીં. અફઘાનિસ્તાનના 169 રનના જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 151 રન જ બનાવી શકી.

પાકિસ્તાની બોલરો થયા નિરાશ

અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકી, કેપ્ટન રાશિદ ખાન, મોહમ્મદ નબી અને નૂર અહેમદે 2-2 વિકેટ લીધી. આ મેચમાં હરિસ રૌફે બેટથી યોગદાન આપ્યું પણ બોલથી કોઈ ખાસ અસર કરી શક્યો નહીં. હરિસ રૌફે 3 ઓવર ફેંકી પણ એક પણ વિકેટ લઈ શક્યો નહીં. આ દરમિયાન તેને 12.70 ના ઈકોનોમી રેટથી 38 રન આપ્યા. પાકિસ્તાન તરફથી ફહીમ અશરફે સૌથી વધુ વિકેટ લીધી. ફહીમે 4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ લીધી. સેમ અયુબને એક સફળતા મળી.

અફઘાનિસ્તાન ટોપ પર

UAEમાં રમાઈ રહેલી T20I ટ્રાઈ સિરીઝમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાને 3 મેચમાં 2-2 મેચ જીતી છે. બંનેના 4 પોઈન્ટ સમાન છે, પરંતુ સારા નેટ રન રેટને કારણે અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. યજમાન UAE તળિયે છે.


  • Follow us on: