ઝિમ્બાબ્વેનો અનુભવી ખેલાડી સિકંદર રઝા ODI ક્રિકેટમાં દુનિયાનો નંબર વન ઓલરાઉન્ડર બની ગયો છે. તેને અઝમતુલ્લાહ ઉમરઝાઈના શાસનનો અંત લાવ્યો છે. સિરીઝની બંને મેચમાં સિકંદર રઝાનું પ્રદર્શન અદ્ભુત રહ્યું છે.


પહેલી વનડેમાં રઝાએ 92 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જ્યારે બીજી વનડેમાં તેને 55 બોલમાં અણનમ 59 રન બનાવ્યા હતા. બોલિંગમાં પણ તે સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. પરંતુ સિંકદર રઝાના મજબૂત પ્રદર્શન છતાં ઝિમ્બાબ્વેને શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો.

સિકંદર રઝા બન્યો નંબર વન

ICCના લેટેસ્ટ ODI રેન્કિંગમાં સિકંદર રઝાએ અઝમાતુલ્લાહ ઉમરઝાઈ પાસેથી દુનિયાના નંબર વન ઓલરાઉન્ડરનું સ્થાન છીનવી લીધું છે. શ્રીલંકા સામેના શાનદાર પ્રદર્શન બાદ સિકંદર રઝા બે સ્થાન આગળ આવ્યો છે. ઝિમ્બાબ્વેના આ ઓલરાઉન્ડરના કુલ 302 રેટિંગ પોઈન્ટ છે. ઉમરઝાઈ હવે બીજા સ્થાને સરકી ગયો છે અને તેના 296 રેટિંગ પોઈન્ટ છે.

મોહમ્મદ નબી પણ એક સ્થાન ગુમાવ્યું છે અને 292 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને આવી ગયો છે. ઓલરાઉન્ડરોના લિસ્ટમાં ભારત તરફથી ફક્ત રવિન્દ્ર જાડેજા જ ટોપ 10માં સામેલ છે. રવિન્દ્ર જાડેજા 220 રેટિંગ પોઈન્ટ સાથે નવમા નંબરે છે.

પથુમ નિશાંકાને પણ થયો ફાયદો

શ્રીલંકાના ઓપનર પથુમ નિશાંકાને પણ ઝિમ્બાબ્વે સામેની ODI સિરીઝમાં તેના શાનદાર પ્રદર્શન બદલ પુરસ્કાર મળ્યો છે. નિશાંકાએ સાત સ્થાનનો જમ્પ મળ્યો છે અને તે બેટિંગ રેન્કિંગમાં 13મા સ્થાને પહોંચી ગયો છે. નિશાંકાએ પહેલી ODIમાં 122 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બીજી મેચમાં પણ તેને 76 રન બનાવ્યા હતા.

કેશવ મહારાજે પણ મચાવી ધૂમ

ઈંગ્લેન્ડ સામેની પહેલી વનડેમાં કેશવ મહારાજની શાનદાર બોલિંગનો ફાયદો પણ તેમને થયો છે. કેશવ વનડે ક્રિકેટમાં વિશ્વનો નંબર વન બોલર રહ્યો છે અને તેને પહેલા કરતા વધુ મજબૂત સ્થિતિ બનાવી છે. કેશવના કુલ રેટિંગ પોઈન્ટ હવે 690 થઈ ગયા છે, જ્યારે બીજા સ્થાને રહેલા મહેશ તીક્ષનાના 659 રેટિંગ પોઈન્ટ છે.


  • Follow us on: