ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર હતી. જ્યાં સ્ટાર બેટ્સમેન ખરાબ રીતે ફેલ રહ્યો અને બધા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પાસેથી અપેક્ષા રાખી રહ્યા હતા. તે સમયે રિષભ પંતે ખૂબ જ ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી.
આ જોઈને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર પોતાના ગુસ્સા પર કાબુ રાખી શક્યા નહીં અને રિષભ પંત પર ગુસ્સે થયા. હવે ઈંગ્લેન્ડ સામે શાનદાર બેટિંગ કરીને રિષભ પંતે ગાવસ્કરને તેની પ્રશંસા કરવા મજબૂર કરી દીધા છે.
રિષભ પંત પર ગુસ્સે થયા હતા સુનીલ ગાવસ્કર
ઓસ્ટ્રેલિયા સામે 28 રન બનાવ્યા બાદ સ્ટાર બેટ્સમેન રિષભ પંત સેટ જોવા મળ્યો હતો. તે સમયે બધાને અપેક્ષા હતી કે રિષભ પંત મોટી ઈનિંગ રમશે, પરંતુ એવું બન્યું નહીં. 28 રનના સ્કોર પર રિષભ પંતે ખૂબ જ ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ફેંકી દીધી.
આ જોઈને તે સમયે કોમેન્ટ્રી પેનલમાં બેઠેલા દિગ્ગજ સુનીલ ગાવસ્કરે કહ્યું, 'બેવકૂફ! બેવકૂફ! બેવકૂફ! તેને તે (ભારતના) ડ્રેસિંગ રૂમમાં ન જવું જોઈએ. તેને બીજા ડ્રેસિંગ રૂમમાં જવું જોઈએ!' આજે જ્યારે રિષભ પંતે ઈંગ્લેન્ડ સામે ખૂબ જ આક્રમક અંદાજમાં બેટિંગ કરીને સદી ફટકારી ત્યારે સુનીલ ગાવસ્કરે રિષભ પંતની પ્રશંસા કરતા કહ્યું કે 'શાનદાર! શાનદાર! શાનદાર!'
મુશ્કેલ સમયમાંથી પસાર થયો રિષભ પંત
IPL 2025માં રિષભ પંતને 27 કરોડમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે ખરીદ્યો હતો. જ્યાં પંત બેટ્સમેન અને કેપ્ટન તરીકે ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. જેના કારણે તેને આખા 2 મહિના સુધી ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો. રિષભ પંતે સીઝનની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. તેને ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં પણ આ જ ફોર્મ ચાલુ રાખ્યું છે. રિષભ પંત 178 બોલમાં 134 રન બનાવીને આઉટ થયો. જેમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગાનો પણ સામેલ છે.