ભારતીય ટીમે જ્યારે 471 રન બનાવ્યા ત્યારે તે હેડિંગ્લે ટેસ્ટ મેચમાં ખૂબ જ આગળ જોવા મળી રહી હતી. વરસાદને કારણે મેચ રોકાયા પછી જ્યારે ઈંગ્લેન્ડની ટીમ બેટિંગ કરવા આવી તો ઈંગ્લેન્ડે પહેલી ઓવરમાં જ જેક ક્રોલીની વિકેટ ગુમાવી.


ત્યારબાદ ટીમ ઈન્ડિયા મેચમાં ખૂબ જ આગળ જોવા મળી રહી હતી. પરંતુ બુમરાહના બોલ પર શાનદાર ફીલ્ડર રવીન્દ્ર જાડેજાએ જ્યારે સરળ કેચ છોડ્યો તો મેચ ઈંગ્લેન્ડના પક્ષમાં જતી રહી. જસપ્રીત બુમરાહ બેન ડકેટની ઈનિંગની જોઈને હેરાન થતો જોવા મળે છે.

રવીન્દ્ર જાડેજાથી થઈ મોટી ભૂલ

પહેલી ઈનિંગમા વિકેટ પડ્યા બાદ ઈંગ્લેન્ડની બેટિંગ ટીમ મેદાન પર મુશ્કલીમાં જોવા મળી રહી હતી. જસપ્રીત બુમરાહની બોલિંગમાં ઘણી એવી તક આવી જ્યારે એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયાને વિકેટ મળશે.


39 રનના સ્કોર પર તે તક આવી જ્યારે 15 રન બનાવીને બેટિંગ કરવા આવેલા બેન ડકેટે પોઈન્ટ પર ફોર મારવાનો પ્રયાસ કર્યો અને બોલ સીધો રવીન્દ્ર જાડેજાના હાથમાં ગયો. એક મહાન ફિલ્ડર ગણાતા જાડેજાએ એક સરળ કેચ છોડી દીધો. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમને પાર્ટનરશિપ કરવાની તક મળી. આ સાથે, ઈંગ્લેન્ડની ટીમે પણ વાપસી કરી છે.

ખરાબ ફિલ્ડિંગ કરી રહી છે ટીમ ઈન્ડિયા

મેચમાં ખરાબ ફિલ્ડિંગ કરનાર રવીન્દ્ર જાડેજા એકલો નથી. તેના સિવાય જસપ્રીત બુમરાહ અને કેપ્ટન શુભમન ગિલે પણ મિસફિલ્ડિંગ કરી છે. જેના કારણે ભારતીય બોલરોનો આત્મવિશ્વાસ પણ ઓછો થયો છે. સમાચાર લખાય ત્યાં સુધી ઈંગ્લેન્ડની ટીમે 1 વિકેટ ગુમાવ્યા બાદ 113 રન બનાવી લીધા છે. બેન ડકેટ અને ઓલી પોપ બંને હવે સેટ છે. જેના કારણે તેઓ ખૂબ જ સરળતાથી રન બનાવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ આ પાર્ટનરશિપ તોડીને ફરીથી મેચમાં વાપસી કરવી પડશે.


  • Follow us on: