ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઓગસ્ટ 2025માં ત્રણ વનડે અને ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચની સિરીઝ થવાની છે. પરંતુ આને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે ઓગસ્ટમાં થનાારી આ સિરીઝ હવે સપ્ટેમ્બર 2026માં થશે.


ફેન્સ એક્સાઈટેડ હતા કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બ્લુ જર્સીમાં જોવા મળશે પરંતુ પેચ અહીંયા ફસાઈ ગયો છે. સિરીઝ સ્થગિત થયા બાદ ભારત પાસે ઓગ્સ્ટ અને સપ્ટેમ્બર મહિનો ખાલી છે. કેટલીક ટીમ છે જે ટીમ ઈન્ડિયા સામે વનડે અને T20 સિરીઝ રમી શકે છે.

ઈંગ્લેન્ડ-ભારત ટેસ્ટ સિરીઝનો 4 ઓગસ્ટે થશે અંત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યારે 5 મેચની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. ત્રણ મેચ થઈ ચૂકી છે, જ્યાં ઈંગ્લિશ ટીમ 2-1થી આગળ છે. સિરીઝની પાંચમી મેચ 31 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી ચાલશે. ત્યારબાદ ભારતની બાંગ્લાદેશ સિરીઝ થવાની હતી, જે સ્થગિત કરી દેવામાં આવી છે. હવે ભારત ઓક્ટોબર ટેસ્ટ સિરીઝમાં રમતી જોવા મળશે. કેટલીક ટીમ તેમની સિરીઝ કરવા માટે યોગ્ય નિર્ણય લેશે.


શ્રીલંકા અથવા ઈંગ્લેન્ડ સામે રમશે ભારત?

કેટલાક સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈ સામે પ્રસ્તાવ રાખ્યો હતો કે બાંગ્લાદેશ સામે સિરીઝ સ્થગિત કર્યા પછી તે ભારત સામે વનડે અને T20 સિરીઝ રમવા માટે તૈયાર છે. બીસીસીઆઈ પાસે પ્રસ્તાવ સ્વીકારવાની સારી તક છે.

ઈંગ્લેન્ડ 4 ઓગસ્ટ 2025 પછી 2 સપ્ટેમ્બરથી સાઉથ આફ્રિકા સામે વનડે સિરીઝ શરૂ કરશે. ભારત ઓગસ્ટમાં ઈંગ્લેન્ડ સામે વનડે અને T20 સિરીઝ રમવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. ભારતીય ટીમ હજુ પણ ઈંગ્લેન્ડમાં છે, તેથી તેમના માટે તૈયારી કરવી સરળ રહેશે. ટેસ્ટ સિરીઝ પછી ખેલાડીઓને થોડા દિવસોનો વિરામ આપી શકાય છે. આ પછી તેમની વચ્ચે મર્યાદિત ઓવરની સિરીઝ શરૂ થઈ શકે છે.

ન્યુઝીલેન્ડ કે વેસ્ટ ઈન્ડિઝ સાથે પણ થઈ શકે છે ટક્કર

ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સાથે બાબતો સફળ ન થાય, તો ભારતે ન્યુઝીલેન્ડ સાથે સિરીઝ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવો જોઈએ. ન્યુઝીલેન્ડ ઝિમ્બાબ્વે સાથે બે મેચની ટેસ્ટ સિરીઝ રમવા જઈ રહ્યું છે, જે 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ પછી ન્યુઝીલેન્ડ ઓક્ટોબર 2025 માં સીધું મેદાનમાં ઉતરશે. આ પરિસ્થિતિમાં BCCI ન્યુઝીલેન્ડને મર્યાદિત ઓવરની સિરીઝ રમવા માટે આમંત્રણ આપી શકે છે.

વેસ્ટ ઈન્ડિઝની પાકિસ્તાન સાથે ઓગસ્ટ 2025માં T20 અને વનડે સિરીઝ શરુ થવાની છે. તે 12 ઓગસ્ટ 2025એ સમાપ્ત થશે. આ બાદ વેસ્ટ ઈન્ડિઝની આગામી સિરીઝ નેપાળ સામે 27 સપ્ટેમ્બર 2025થી શરૂ થશે. બીસીસીઆઈ દ્વારા વેસ્ટ ઈન્ડિઝને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 2025માં મર્યાદિચ ઓવરોની સિરીઝનો પ્રસ્તાવ મળી શકે છે.

આ ટીમો સામે સિરીઝ રમવાની નથી શક્યતા

બાંગ્લાદેશ સામેની સિરીઝ મુલતવી રાખવામાં આવી છે, જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન સામે રમવામાં બિલકુલ રસ નહીં રાખે. ભારતની ઓક્ટોબર-નવેમ્બર 2025માં ઓસ્ટ્રેલિયા સાથે સિરીઝ છે. આ કારણોસર ઓગસ્ટમાં તેમનો સામનો કરવો શક્ય નથી, જ્યારે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ, વનડે અને T20 સિરીઝ નવેમ્બરના મધ્યમાં શરૂ થશે. ભારતની ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સાથે સિરીઝ છે, તેથી ઓગસ્ટમાં તેમને રમવાનો કોઈ અર્થ રહેશે નહીં.


  • Follow us on: