લોર્ડ્સમાં રોમાંચક વિજય બાદ ઈંગ્લેન્ડે ચોથી ટેસ્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. શોએબ બશીર ઈજાને કારણે આખી સિરીઝમાંથી બહાર છે.


ન બશીરના સ્થાને લિયામ ડોસનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. લિયામ ડોસન 8 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો છે. સ્પિન બોલિંગની સાથે લિયામ ડોસન બેટથી પણ ધૂમ મચાવશે. સિરીઝની ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાશે.

ઈંગ્લેન્ડ ટીમમાં એક થયો ફેરફાર

ચોથી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમમાં ફેરફાર કર્યો છે. શોએબ બશીર ઈજાને કારણે બાકીની બે મેચમાં રમી શકશે નહીં. શોએબ બશીરના સ્થાને લિયામ ડોસન ટીમમાં એન્ટ્રી થઈ છે. લિયામ ડોસન 8 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. તેને પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 2017માં રમી હતી. લિયામ ડોસને અત્યાર સુધી ઈંગ્લેન્ડ માટે કુલ 3 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેના બેટમાંથી 84 રન આવ્યા છે, જ્યારે બોલિંગમાં તેને 7 વિકેટ લીધી છે.


લિયામ ડોસનનો ટેસ્ટમાં હાઈએસ્ટ સ્કોર અણનમ 66 રન છે. તેને 101 રનમાં 4 વિકેટ છે. શોએબ બશીરને લોર્ડ્સ ટેસ્ટમાં બોલિંગ કરતી વખતે ઈજા થઈ હતી. તેની આંગળીમાં ફ્રેક્ચર થયું છે, જેના કારણે તે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

સિરીઝમાં 2-1 થી આગળ છે ઈંગ્લેન્ડ

લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને 22 રનથી હરાવ્યું. રોમાંચક મેચમાં ભારતીય ટીમે શાનદાર લડાઈ આપી, પરંતુ ટીમ ઈન્ડિયાને આખરે હારનો સામનો કરવો પડ્યો. ત્રીજી ટેસ્ટ મેચમાં મળેલી જીત સાથે ઈંગ્લેન્ડની ટીમે સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. જોફ્રા આર્ચરે શાનદાર બોલિંદ કરતામ આ મેચમાં કુલ 5 વિકેટ લીધી હતી. જ્યારે કેપ્ટન બેન સ્ટોક્સે પણ શાનદાર બોલિંગ કરી હતી.

ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ ટીમની જાહેરાત

ઈંગ્લેન્ડની ટીમ - બેન સ્ટોક્સ (કેપ્ટન), જો રૂટ, જોફ્રા આર્ચર, ગસ એટકિંસન, જેકેબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, જેક ક્રોલી, લિયામ ડોસન, બેન ડકેટ, ઓલી પોપ, જેમી ઓવરટન, જોશ ટંગ, ક્રિસ વોક્સ


  • Follow us on: