સિલેક્ટર્સે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે કરુણ નાયરને તક આપી છે. કારણ કે આ બેટ્સમેનએ ઘરેલુ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ કરુણ આ સિરીઝમાં અપેક્ષા મુજબ સારું પ્રદર્શન કરી શક્યો નહીં.


ભારત દ્વારા અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં તેને તક મળી. પરંતુ આ આ બેટ્સમેને ટીમ ઈન્ડિયાને નિરાશા સિવાય કંઈ આપ્યું નથી. ખરાબ પ્રદર્શન બાદ કરુણ ટીમ ઈન્ડિયાની બહાર થઈ શકે છે. આ પરિસ્થિતિમાં કરુણ નાયરની જગ્યાએ કોઈ ખેલાડીને તક મળી શકે છે .

કરુણ નાયરનું નિરાશાજનક પ્રદર્શન

અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચમાં કરુણ નાયરને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી હતી . પરંતુ તેને 6 ઈનિંગમાં 21.83 ની નિરાશાજનક એવરેજ સાથે 131 રન બનાવ્યા. તેના બેટમાંથી એક પણ સદી કે અડધી સદી નીકળી નથી. છેલ્લી 6 ટેસ્ટ ઈનિંગમાં તેને 14, 40, 26, 31, 20 અને 0 રન બનાવ્યા છે. કરુણ નાયર માટે આગામી ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં રહેવું મુશ્કેલ લાગે છે. જો તે બહાર રહે છે, તો તેના સ્થાને શ્રેયસ ઐયરને તક મળવાની ધારણા છે.

સ્ટાર ખેલાડીને ટીમમાં મળશે તક

શ્રેયસ ઐયર ઘણા મહિનાઓથી ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસીની રાહ જોઈ રહ્યો હતો આ ખેલાડીએ ઘરેલુ ટુર્નામેન્ટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિવાય ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શ્રેયસ ઐયરના બેટમાંથી ઘણી શાનદાર ઈનિંગ જોવા મળી હતી. શ્રેયસે ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ જાન્યુઆરી 2024માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. ત્યારબાદ ખરાબ પ્રદર્શનને કારણે તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ સિરીઝ પછી શ્રેયસ ઐયરને BCCI દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો .

શ્રેયસ ઐયરનું શાનદાર પ્રદર્શન

IPL 2025માં શ્રેયસ ઐયરે 17 મેચમાં 50ની એવરેજથી 604 રન બનાવ્યા. આ સિવાય ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના બેટથી 5 મેચમાં 48.60 ની પ્રભાવશાળી એવરેજથી 243 રન બન્યા. રણજી ટ્રોફી 2024-25માં તેને 68.57ની એવરેજથી 480 રન પણ બનાવ્યા. ટેસ્ટ ટીમમાંથી બહાર થયા પછી તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.


  • Follow us on: