ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 10 જુલાઈથી લોર્ડ્સના મેદાન પર ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી અને ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટને આઉટ કર્યો.
ત્યારબાદ સિરાજે ડકેટ સામે જોરદાર અગ્રેશન બતાવ્યું હતું. આ મામલે આઈસીસી એ સિરાજને સજા ફટકારી છે. પરંતુ સિરાજે આ મળી તે ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડને પસંદ આવ્યું નથી. તેમને આઈસીસીની આ મામલે ટીકા કરી છે.
બ્રોડે સિરાજને કર્યો સપોર્ટ
આઈસીસી તરફથી મળેલી સજા બાદ સ્ટુઅર્ટ બ્રોડે મોહમ્મદ સિરાજને સપોર્ટ કર્યો છે અને આઈસીસી પર જોરદાર કટાક્ષ કર્યો છે. તેને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે 'આ હાસ્યાસ્પદ છે.' સિરાજને આક્રમક જશ્ન મનાવવા માટે 15% અંક મળ્યા. ગિલ ટીવી પર લાઈવ અપશબ્દ બોલે છે અને પછી શું કરે છે? અથવા તો બંનેમાંથી કંઈ નથી કરતો. ખેલાડી રોબોટ નથી અને રોબોટ હોવું પણ ન જોઈએ, પરંતુ નિરંતરતા મહત્ત્વપૂર્ણ છે.
આઈસીસીએ શું કહ્યું?
આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું કે મોહમ્મદ સિરાજ પર લોર્ડ્સમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ દરમિયાન આઈસીસી આચાર સંહિતાના ઉલ્લંઘન બાદ મેચ ફીના 15 % દંડ ફટકારવામાં આવ્યો હતો. આઉચ થયા બાદ સિરાજે ફોલો થ્રુમાં બેટર સામે જઈને જશ્ન મનાવ્યો હતો.
બેન ડકેટ મોહમ્મદ સિરાજની બોલિંગ સામે શોટ મારવનો પ્રયાસ કર્યો હતો ત્યારે જસપ્રીત બુમરાહે તેને કેચ પકડ્યો. જે બાદ મોહમ્મદ સિરાજે ડકેટ પાસે જઈને જોરથી બૂમો પાડી અને બંનેના ખભા એકબીજા સાથે ટકરાયા હતા. સિરાજે અગ્રેશનમાં ડકેટ સામે જોર જોરથી બૂમો પાડી હતી. આ કારણે આઈસીસીએ તેના સામે મોટી એક્શન લીધી છે.