ભારતની અંડર 19 ટીમ પણ હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. વનડે અને T20 માં ધૂમ મચાવ્યા બાદ હવે ભારત અંડર-19 અને ઈંગ્લેન્ડ અંડર-19 વચ્ચે પહેલી યૂથ ટેસ્ટ મેચમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાની પકડ જોરદાર મજબૂત જોવા મળી રહી છે.
આ મેચની પહેલી ઈનિંગ વૈભવ સૂર્યવંશી ભલે બેટિંગમાં ફ્લોપ રહ્યો હોય પરંતુ બોલિંગમાં તેને શાનદાર પ્રદર્શન કરીને ટીમને મોટી સફળતા અપાવી.
બોલિંગમાં વૈભવ સૂર્યવંશીએ મચાવી ધૂમ
બીજા દિવસે રમત પૂરી થયા સુધી ઈંગ્લેન્ડ અંડર-19એ 5 વિકેટ ગુમાવીને 230 રન બનાવી લીધા છે. બીજા દિવસે ઈંગ્લેન્ડના કેપ્ટન હમજા શેખ અને રોકી ફ્લિંટોફ વચ્ચે સદીની પાર્ટનરશીપ થઈ હતી, આ બંનેએ શાનદાર બેટિંગ કરતાં અડધી સદી ફટકારી હતી. આ પાર્ટનરશીપ તોડવામાં વૈભવ સૂર્યવંશીનું શાનદાર યોગદાન રહ્યું, જેને હમજા શેખની મોટી વિકેટ ટીમ ઈન્ડિયાને અપાવી.
બીજા દિવસે કેપ્ટન હમજા 84 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. વૈભવે બીજા દિવસે બોલિંગ કરતાં 6 ઓવરમાં 10 રન આપીને 1 વિકેટ લીધી. ઈંગ્લેન્ડ તરફથી બીજા દિવસે રોકી ફ્લિંટોકએ સૌથી વધુ 93 રનની ઈનિંગ રમી હતી.
ભારતે પહેલી ઈનિંગમાં બનાવ્યા હતા 540 રન
પહેલી યુથ ટેસ્ટની પહેલી ઈનિંગમાં શાનદાર બોલિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ 540 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી પહેલી ઈનિંગમાં આયુષ મ્હાત્રેએ સદી ફટકારી હતી. આયુષ 102 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય અભિજ્ઞાનએ 90 રન, રાહુલ કુમારે 85 રન, વિહાન મલ્હોત્રાએ 67 રનની ઈનિંગ રમી હતી. વૈભવ સૂર્યવંશી પહેલી ઈનિંગમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો. તેને માત્ર 14 રન બનાવ્યા હતા. જેમાં 3 ચોગ્ગા સામેલ છે.