ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ચોથા દિવસની રમત પછી ગેમ કોઈ પણ વળાંક લઈ શકે છે અને બંનેમાંથી કોઈપણ ટીમ બાજી મારી શકે છે. આ વચ્ચે સૌથી મોટો સવાલ ઉભો થયો છે કે રિષભ પંત બેટિંગ કરવા આવશે કે નહીં.
જ્યારે પાંચમાં દિવસની રમત શરુ થશે ત્યારે ફેન્સની નજર કેએલ રાહુલ અને રિષભ પંત પર રહેશે. રિષભ પંત ભલે ઈજાગ્રસ્ત હોય પરંતુ આ તે રમવા આવશે તેની શક્યતાઓ વધુ છે અને ફેન્સને તે રમતો જોવા મળશે.
ભારત અને ઈંગ્લેન્ડમાંથી કોઈ પણ જીતી શકે છે લોર્ડ્સની મેચ
લોર્ડ્સ ટેસ્ટમાં છેલ્લા દિવસે ભારતીય ટીમને જીતવા 135 રનની જરૂર છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમને મેચ જીતવા માટે 6 વિકેટની જરૂર છે. હવે એ તો નક્કી છે કે મેચ ડ્રો થશે નહીં, કોઈ એક ટીમ મેચ જીતી જશે. પરંતુ કોણ, તેનો જવાબ આજે મળશે. ચોથા દિવસની રમત પૂરી થઈ, ત્યારે નાઈટ વોચમેન તરીકે આવેલો આકાશદીપ આઉટ થયો. ભારતે ભલે 4 વિકેટ ગુમાવી હોય, પરંતુ રાહતની વાત એ છે કે કેએલ રાહુલ હજુ પણ અણનમ છે અને રિષભ પંતનું આવવાનું બાકી છે.
વિકેટકીપિંગ કરતાં ઈજાગ્રસ્ત થયો રિષભ પંત
રિષભ પંત ઈજાગ્રસ્ત છે, તેથી ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. પહેલી ઈનિંગમાં જસપ્રીત બુમરાહના બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી. પરંતુ આંગળીમાં ઈજા હોવા છતાં રિષભ પંત પહેલી ઈનિંગમાં બેટિંગ કરવા આવ્યો અને શાનદાર ઈનિંગ રમ્યો. રિષભ પંતે પહેલી ઈનિંગમાં 72 રન બનાવ્યા. પરંતુ તે દરમિયાન રિષભ પંત આંગળીમાં દુખાવાથી પણ હેરાન જોવા મળ્યો હતો. આ જ કારણ હતું કે રિષભ પંત બીજી ઈનિંગમાં પણ વિકેટકીપિંગ માટે મેદાનમાં ઉતર્યો ન હતો.
ટીમ ઈન્ડિયા તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું સામે
હવે જ્યારે પાંચમા દિવસની રમત શરૂ થશે, ત્યારે કેએલ રાહુલ સાથે રિષભ પંત બેટિંગ કરવા આવશે. જો ભારતીય ટીમે આ મેચ જીતવી હશે, તો આ બે બેટ્સમેનોની સંપૂર્ણ જવાબદારી રહેશે. જો ટીમ ઈન્ડિયા જલ્દી પોતાની વિકેટ ગુમાવે છે, તો તે મુશ્કેલ બનશે, આ પણ નક્કી છે. પરંતુ રિષભ પંત વિકેટકીપિંગ માટે મેદાનમાં ઉતર્યો ન હતો, તેથી તેની ઈજા અત્યાર સુધીમાં ઘણી હદ સુધી સાજી થઈ ગઈ હશે, જ્યારે ભારતીય ટીમ કેમ્પમાંથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી.