ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે વડોદરામાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને ન્યુઝીલેન્ડને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. કિવી ટીમે સારી શરૂઆત કરી હતી પરંતુ બાદમાં નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી દીધી હતી.


આ દરમિયાન શ્રેયસ ઐયરનો બુલેટ થ્રો ખૂબ ચર્ચાનો વિષય બન્યો. તેને ન્યુઝીલેન્ડના કેપ્ટન માઈકલ બ્રેસવેલને આંખના પલકારામાં રન આઉટ કર્યો. આનો વીડિયો હવે વાયરલ થઈ ગયો છે.

શ્રેયસ ઐયરનો 'બુલેટ થ્રો' જોઈને ફેન્સ રહી ગયા દંગ

ન્યુઝીલેન્ડે 200 રનથી ઓછા રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન માઈકલ બ્રેસવેલ બેટિંગ કરવા આવ્યો અને ડેરિલ મિચેલને સપોર્ટ કરવાનો બેસ્ટ પ્રયાસ કર્યો. ઈનિંગની 43મી ઓવરમાં ડેરિલ મિચેલે લોંગ-ઓન માટે શોટ માર્યો અને માઈકલ બ્રેસવેલ રન માટે દોડ્યો. એવું લાગતું હતું કે 2 રન સરળતાથી થઈ જશે અને કોમેન્ટેટર્સે તેનો ઉલ્લેખ પણ કર્યો.

પરંતુ શ્રેયસ ઐયરે બુલેટ સ્પીડથી ફેંક્યો અને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર બ્રેસવેલ ક્રીઝ સુધી પણ પહોંચ્યો ન હતો. પરિણામે તે આંખના પલકારામાં રન આઉટ થઈ ગયો અને પેવેલિયન પાછો ફર્યો.


ટીમ ઈન્ડિયા સામે 301 રનનો ટાર્ગેટ

પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 300 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા પાસે હવે 301 રનનો મોટો ટાર્ગેટ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી પર મોટી અપેક્ષાઓ રાખવામાં આવશે. બંનેએ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે શાનદાર ODI સિરીઝ રમી હતી. હવે તેઓ ન્યુઝીલેન્ડ સામે પણ રનનો વરસાદ કરી શકે છે.

શ્રેયસ ઐયરના કમબેક પર રહેશે ફેન્સની નજર

શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામે સિડની વનડેમાં ઈજા થઈ હતી. જેના કારણે તે સંપૂર્ણપણે રમતથી બહાર થઈ ગયો હતો. ત્રણ મહિનાના આરામ પછી શ્રેયસ ઐયર હવે ટીમ ઈન્ડિયા માટે ફરી એકવાર મેદાનમાં ઉતર્યો છે. ફેન્સ રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે શ્રેયસ ઐયરને મોટો સ્કોર કરતો જોવા માટે ઉત્સુક છે.

આ પણ વાંચો: Rishabh Pant બોલ વાગતાં પડ્યો... પણ ગંભીર અને ગિલે કર્યો ઈગ્નોર! ફેન્સ થયાં ગુસ્સે


  • Follow us on: