ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વડોદરામાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ODIમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો. રોહિત શર્મા 26 રન બનાવીને આઉટ થયા બાદ મેદાન પર આવતા વિરાટ કોહલીએ ઝડપથી 25 રન બનાવીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 28,000 રન પૂરા કર્યા. સચિન તેંડુલકર અને કુમાર સંગાકારા પછી આ સિદ્ધિ મેળવનાર તે ફક્ત ત્રીજો બેટ્સમેન છે.


વિરાટ કોહલી હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 28,000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેને સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. સચિન તેંડુલકરે 644 ઈનિંગમાં 28,000 રન પૂરા કર્યા. કુમાર સંગાકારાએ 666 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી. વિરાટે તેની 624મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી.

સૌથી ઝડપી 28000 રન બનાવનાર બેટ્સમેન

વિરાટ કોહલી - 624 ઈનિંગ

સચિન તેંડુલકર - 644 ઈનિંગ

કુમાર સંગાકારા – 666 ઈનિંગ


વિરાટ કોહલી હવે કુમાર સંગાકારાના રેકોર્ડ પર નિશાન સાધી રહ્યો છે. વિરાટ 16 રન બનાવતાની સાથે જ તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બીજા નંબરનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. કુમાર સંગાકારાના ત્રણેય ફોર્મેટમાં કુલ 28,016 રન છે. ભારતના મહાન સચિન તેંડુલકર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેમને 664 મેચની 782 ઈનિંગમાં 48.25 ની એવરેજથી 34,357 રન બનાવ્યા છે. તેને 100 સદી અને 164 અડધી સદી ફટકારી છે.

ભારતને મળ્યો 301 રનનો ટાર્ગેટ

ન્યુઝીલેન્ડની ઈનિંગની વાત કરીએ તો ઓપનર ડેવોન કોનવે અને હેનરી નિકોલ્સે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. પરંતુ બંને ઓપનર અડધી સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યા. કોનવેએ 56 અને હેનરીએ 62 રન બનાવ્યા હતા. ત્યારબાદ ડેરિલ મિચેલના 84 રનની મદદથી ન્યુઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 300 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 2-2 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને ફક્ત 1 વિકેટ મળી હતી.

આ પણ વાંચો: IND U19 Vs SCOT U19: વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર ઈનિંગે સ્કોટલેન્ડને હરાવ્યું, ભારતે 121 રનથી જીતી મેચ


  • Follow us on: