ક્રિકેટ જગતની સૌથી મોટો મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ છે. સૌથી વધુ ક્રિકેટ ફેન્સ આ મેચ જોવા માટે ઉત્સાહિત હોય છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ એવી માગ ઉઠી હતી કે ટીમ ઈન્ડિયાએ હવે પાકિસ્તાન સાથે ક્રિકેટ ન રમવું જોઈએ.


આ દરમિયાન જો આપણે મોટી ટુર્નામેન્ટ પર નજર કરીએ તો આગામી 12 મહિનામાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે કુલ 6 મેચ રમી શકે છે. જેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.

વર્ષ 2025માં રમી શકાશે 4 મેચ

એશિયા કપ 2025 પર હાલમાં ખતરાના વાદળો છવાયેલા છે, પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલ આ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો પ્લાન બનાવી રહ્યો છે. જો આ ટુર્નામેન્ટ થાય છે, તો ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 મેચ રમાઈ શકે છે. જેમાંથી 2 મેચ લીગ સ્ટેજમાં હોઈ શકે છે અને ત્રીજી મેચ ફાઈનલ હોઈ શકે છે. ACC સપ્ટેમ્બરમાં એશિયા કપ 2025નું આયોજન કરી શકે છે.

આ સિવાય આ વર્ષે મહિલા વનડે વર્લ્ડકપ પણ રમાવવાની છે. જ્યાં 5 ઓક્ટોબરે કોલંબોના મેદાન પર ભારત-પાકિસ્તાન મેચ રમાવાની છે. જો બંને ટીમો આ ટુર્નામેન્ટમાં પણ સારું પ્રદર્શન કરે છે, તો ફાઈનલમાં વધુ એક મેચ જોવા મળી શકે છે. પરંતુ પાકિસ્તાની મહિલા ટીમ માટે ફાઈનલ રમવી લગભગ અશક્ય લાગે છે.

2026માં પણ રમાશે 2 મોટી મેચ

ICC વર્ષ 2026માં T20 વર્લ્ડકપનું આયોજન કરશે. આ વર્ષે મહિલા T20 વર્લ્ડકપ પણ રમવાનો છે. મહિલા T20 વર્લ્ડકપ 2026માં ભારત-પાકિસ્તાન મેચ 14 જૂને રમાશે. મેન્સના T20 વર્લ્ડકપમાં આ મેચની તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ આ ટુર્નામેન્ટ ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં યોજાવાની છે. BCCIના વારંવાર ના પાડવા છતાં ICC દરેક ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપનો ભાગ બનાવે છે. જેથી આ બંને દેશો વચ્ચે ઓછામાં ઓછી એક મેચ જરૂર રમાઈ.

  • Follow us on: