વિરાટ કોહલીને દુનિયાના બેસ્ટ બેટ્સમેન માનવામાં આવે છે. વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે અને T20 ફોર્મેટને પણ અલવિદા કહી દીધું છે. હવે તે ફક્ત ODI ફોર્મેટમાં જ રમતો જોવા મળશે.


ચેમ્પિયન્સ ટ્રોફી 2025થી તે પોતાના પરિવાર સાથે રજાઓ એન્જોય કરી રહ્યો છે. તાજેતરમાં જ તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તેની વ્હાઈટ દાઢી જોવા મળી રહી હતી. ઘણા લોકોએ આ વિશે ઘણું કહ્યું હતું. કેટલાક લોકો માનતા હતા કે વિરાટ કોહલી હવે વૃદ્ધ થઈ ગયો છે અને તે ટૂંક સમયમાં ODI ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ લેશે. હવે ભારતના ઝડપી બોલર નવદીપ સૈનીએ આને લઈને મોટું નિવેદન આપ્યું છે.

નવદીપ સૈનીએ કહી મોટી વાત

નવદીપ સૈનીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે "ના, મને એવું નથી લાગતું. આ વ્હાઈટ અને ગ્રે દાઢી એક નેચરલ છે. તેનાથી શું ફરક પડશે? ખેલાડી એનો એ જ રહેશે અને મને ખાતરી છે કે ભૈયા ભવિષ્યમાં ચોક્કસ રમશે."

વિરાટ કોહલી વિશે વાત કરીએ તો, તેને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે બધા જ ફોર્મેટમાં ખૂબ જ સારી બેટિંગ કરી છે. તેની કેપ્ટનશીપ પણ મજબૂત રહી છે અને વિરાટ કોહલીનું ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ મોટું ફેન ફોલોઈંગ છે.

વિરાટ કોહલી છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળ્યો હતો જેમાં આ ધમાકેદાર ખેલાડીએ પાંચ ઈનિંગમાં 54.50ની એવરેજથી 218 રન બનાવ્યા હતા. તેના પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાએ આ ટુર્નામેન્ટ જીતી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે જીત મેળવી હતી.

વિરાટ કોહલી ક્યારે રમતો જોવા મળશે?

ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 19 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી 3 મેચની ODI સિરીઝ રમવાની છે. આ સિરીઝમાં વિરાટ કોહલી રમતો જોવા મળશે. મીડિયા રિપોર્ટ મુજબ ફેન્સ પ્રાર્થના કરે છે કે વિરાટ કોહલી આ 3 મેચની ODI સિરીઝમાં ભાગ લે અને શાનદાર પ્રદર્શન કરે.


  • Follow us on: