ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પહેલી ઈનિંગમાં ભારત તરફથી 3 બેટ્સમેને સદી ફટકારી. યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ સિવાય વિકેટકીપર બેટ્સમે રિષભ પંતે પણ સદી ફટકારી હતી.


પરંતુ સદી ફટકાર્યા બાદ પણ શુભમન ગિલ ICCના નિશાના પર આવી ગયો છે. તેને પોતાની બેટિંગ દરમિયાન એક મોટી ભૂલ કરી દીધી છે. જેના કારણે મેચ રેફરી તેના પર મોટી એક્શન લઈ શકે છે, જાણો શું છે સમગ્ર મામલો.

શુભમન ગિલે શું ભૂલ કરી?

શુભમન ગિલે પોતાની બેટિંગ દરમિયાન બ્લેક કલરના મોજા પહેર્યા હતા. જે ICCના ડ્રેસ કોડના નિયમનું ઉલ્લંઘન છે. ટેસ્ટ મેચમાં કોઈ પણ ખેલાડી બ્લેક કલરના મોજા પહેરીને બેટિંગ કરી શકતો નથી. ટેસ્ટ મેચ માટે ICCએ કેટલાક કલરના મોજા પહેરવાની અનુમતિ આપી છે. ICC નિયમ 19.45 અનુસાર ટેસ્ટ મેચમાં માત્ર વ્હાઈટ, ક્રીમ અથવા લાઈટ બ્લૂ કલરના જ મોજા પહેરવાની અનુમતિ આપી છે.

આવામાં હવે શુભમન ગિલે આ ભૂલ કરી છે, જેના સામે મોટી એક્શન થઈ શકે છે. મેચ રેફરી રિચી રિચર્ડસન તેના પર 10 થી 20 ટકા મેચ ફીનો દંડ ફટકારી શકે છે. જો શુભમન ગિલથી આ ભૂલ અજાણતાં થઈ છે અથવા તેના મોજા ભીના હોવાના કારણે તેને બદલી લીધા છે તો તેની સામે કાર્યવાહી થશે નહીં.

આ ખેલાડીઓ સામે થઈ ચૂકી છે કાર્યવાહી

વર્ષ 2016માં ક્રિસ ગેલે બ્લેક કલરના બેટનો ઉપયોગ કર્યો હતો અને તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. વર્ષ 2018માં કેએલ રાહુલે ખોટું હેલમેટ પહેર્યું હતું ત્યારે તેને ફીના 10 દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સિવાય વનડે વર્લ્ડકપ 2019માં ઈમામ ઉલ હક ખોટા લોગો પહેરીને મેદાનમાં આવ્યો હતો. તે બાદ તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.

શુભમન-જયસ્વાલ અને પંતે મચાવી ધૂમ

જયસ્વાલે 159 બોલમાં 101 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતીય ટીમને સારી શરુઆત અપાવી હતી. ત્યારબાદ શુભમન ગિલે જવાબદારી સંભાળી અને તેને 227 બોલમાં 147 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય રિષભ પંતે પણ 178 બોલમાં 134 રન બનાવ્યા હતા.


  • Follow us on: