ભારતની સિનિયર પુરુષ ટીમની સાથે અંડર-19 ટીમ પણ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. સિનિયર ટીમો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. અંડર-19 ટીમ હાલમાં કેન્ટ કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડ પર બે મેચની યુથ ટેસ્ટ સિરીઝની પહેલી મેચ પણ રમી રહી છે.
યુથ સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ત્યાં તેમને પહેલી મેચમાં જ 540 રન બનાવ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે આ મેચમાં ફક્ત એક જ ભારતીય બેટ્સમેન સદી ફટકારી છે. ચાર બેટ્સમેનોએ અડધી સદી ફટકારી છે.
આયુષ મ્હાત્રેએ આ મેચમાં શાનદાર સદી ફટકારી
મેચની વાત કરીએ તો ભારતની અંડર-19 ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રેએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં ભારતની શરૂઆત સારી રહી ન હતી, ઓપનર સૂર્યવંશી ચોથી ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યો હતો. તેના પછી કેપ્ટન આયુષ મ્હાત્રે અને વિહાન મલ્હોત્રા વચ્ચે 173 રનની પાર્ટનરશીપ થઈ. આયુષ મ્હાત્રેએ આ મેચમાં સદીની ઈનિંગ રમી હતી અને તે 115 બોલમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 102 રન બનાવીને આઉટ થયો હતો. વિહાને 99 બોલમાં 67 રનની ઈનિંગ રમી હતી.
ભારતીય બેટ્સમેનોએ મળીને 80 બાઉન્ડ્રી ફટકારી
આ પછી અભિજ્ઞાન કુંડુએ 90 રન, રાહુલ કુમારે 85 રન, આરએસ એમ્બ્રીસે 70 રન અને વિહાન મલ્હોત્રાએ 67 રનનું યોગદાન આપ્યું. આ ઈનિંગ દરમિયાન ખાસ વાત એ હતી કે ભારતીય ટીમે માત્ર 100 ઓવરમાં 500 રનનો આંકડો પાર કર્યો. ટીમ ઈન્ડિયાએ 112.5 ઓવરમાં 540 રન બનાવ્યા.
આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 72 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા, કુલ ભારતીય બેટ્સમેનોએ કુલ 80 બાઉન્ડ્રી ફટકારી. ભારતના યુવા ખેલાડીઓએ આ મેચમાં બેજબોલ સ્ટાઈલમાં બેટિંગ કરી, જેના માટે ઈંગ્લેન્ડની સિનિયર ટેસ્ટ ટીમ જાણીતી છે.
ઈંગ્લેન્ડની ટીમે મચાવી ધૂમ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી સિરીઝની ચોથો ટેસ્ટનો ચોથો દિવસ ખૂબ જ રોમાંચક રહ્યો. ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 192 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતને જીતવા માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાએ પણ 4 વિકેટ ગુમાવી દીધી હતી અને ફક્ત 58 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમને જીતવા માટે હજુ 135 રનની જરૂર છે. ઈંગ્લેન્ડને જીતવા માટે 6 વિકેટ લેવાની છે.