ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ 10 જૂનથી લંડનના લોર્ડ્સ મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ભારત માટે કેએલ રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું.
તેને ભારત માટે પહેલી ઈનિંગમાં અડધી સદી ફટકારી અને વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દીધો. રાહુલ 7 દેશોમાં આ મોટી સિદ્ધિ હાંસલ કરનાર ભારતનો બીજો અને એશિયાનો ત્રીજો બેટ્સમેન બન્યો છે.
કેએલ રાહુલે હાંસલ કરી મોટી સિદ્ધિ
કેએલ રાહુલ હવે સેના દેશોમાં (સાઉથ આફ્રિકા , ઈંગ્લેન્ડ , ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા ) ઓપનર તરીકે 50+ રન બનાવનાર બીજો ભારતીય ખેલાડી બન્યો છે . રાહુલે વીરેન્દ્ર સેહવાગનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. રાહુલ પહેલા વીરેન્દ્ર સેહવાગે સેના દેશોમાં કુલ 10 વખત 50+ રન બનાવ્યા હતા. પરંતુ હવે રાહુલ 11 વખત 50+ રન બનાવવામાં સફળ રહ્યો છે.
સુનિલ ગાવસ્કરના નામે 7 દેશોમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે સૌથી વધુ 50+ સ્કોર બનાવવાનો રેકોર્ડ છે. તેને આ સિદ્ધિ 19 વખત મેળવી છે. દિમુથ કરુણારત્ને બીજા સ્થાને છે. તેને કુલ 12 વખત 50+ સ્કોર કરવાનો સિદ્ધિ મેળવી છે. હવે રાહુલ ત્રીજા સ્થાને છે, તેને 11 વખત 50+ સ્કોર કરવાનો સિદ્ધિ મેળવી છે. વીરેન્દ્ર સેહવાગ ચોથા સ્થાને છે. આ સિવાય પાકિસ્તાનનો સઈદ અનવર પાંચમા સ્થાને છે અને તમીમ ઈકબાલ છઠ્ઠા સ્થાને છે.
સેના દેશોમાં સૌથી વધુ 50+ સ્કોર ધરાવતા એશિયન ઓપનર્સ
19 - સુનીલ ગાવસ્કર
12 - દિમુથ કરુણારત્ને
11 - કેએલ રાહુલ*
10 - વીરેન્દ્ર સેહવાગ
10 - સઈદ અનવર
10 - તમીમ ઈકબાલ