ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી લોર્ડ્સ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ દ્વારા કરવામાં આવેલા એક સિલેબ્રેશનની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ઈંગ્લેન્ડના બેટ્સમેન જેમી સ્મિથને આઉટ કર્યા પછી તેને એક અલગ સિલેબ્રેશન કર્યું, જેમાં તેને વિકેટ લીધા પછી 20 નંબર1નો ઈશારો કર્યો.
સામાન્ય રીતે વિકેટ લીધા પછી તે સ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સિલેબ્રેશનની કોપી કરે છે. આ પરિસ્થિતિમાં દરેક ક્રિકેટ પ્રેમીના મનમાં એક સવાલ ઉભો થાય છે કે તેના સિલેબ્રેશનનો અર્થ શું છે. બીજા દિવસની રમત સમાપ્ત થયા પછી તેને પોતે જ આ બાબતે મૌન તોડ્યું. તમને જણાવી દઈએ કે તેને આ વિશે શું કહ્યું.
સિલેબ્રેશન પર સિરાજે શું કહ્યું?
તાજેતરમાં પોર્ટુગલના સ્ટાર યુવા ફૂટબોલ ખેલાડી ડિઓગો જોટાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું. સિરાજ પોર્ટુગલ ફૂટબોલ ટીમનો મોટો ફેન છે. આ પરિસ્થિતિમાં તેને વિકેટ લીધા પછી સિલેબ્રેશન કરીને ડિઓગો જોટાને શ્રદ્ધાંજલિ આપી.
આને લઈને દિવસની રમત પૂરી થયા પછી મોહમ્મદ સિરાજે કહ્યું કે "જ્યારે અમે છેલ્લી મેચ માટે આવી રહ્યા હતા, ત્યારે અમને ખબર પડી કે ડિઓગો જોટાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું. કારણ કે હું પોર્ટુગલનો ફેન છું, CR7 એ જ ટીમ માટે રમે છે. આનાથી હું ભાવુક થઈ ગયો. હું છેલ્લી મેચમાં જ આ કરવા માગતો હતો. જીવન વિશે કંઈ કહી શકાય નહીં. આજે જ્યારે મને વિકેટ મળી, ત્યારે મને લાગ્યું કે મારે આ એક સારા સંકેત તરીકે કરવું જોઈએ."
પહેલી ઈનિંગમાં લીધી 2 વિકેટ
લોર્ડ્સ ટેસ્ટના પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડે ભારત સામે 287 રનનો સ્કોર ઊભો કર્યો છે. જવાબમાં ભારતીય બેટ્સમેનોએ બીજા દિવસની રમતના અંત સુધીમાં 3 વિકેટ ગુમાવીને 145 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયા માટે કેએલ રાહુલ અને રિષભ પંત ક્રીઝ પર મજબૂત રીતે ઉભા છે. જસપ્રીત બુમરાહે 5 વિકેટ લીધી હતી. આ સિવાય મોહમ્મદ સિરાજ અને નીતિશ કુમાર રેડ્ડીએ 2-2 વિકેટ લીધી છે.