એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ફાઈનલ મેચ કેનિંગ્ટન ઓવલમાં રમાશે. જ્યાં ઈંગ્લિશ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન બેન સ્ટોક્સ ઈજાને કારણે છેલ્લી મેચમાં રમતો જોવા મળશે નહીં.


જોફ્રા આર્ચર, લિયામ ડોસન અને બ્રાયડન કાર્સે વર્કલોડના પ્રેશરને કારણે છેલ્લી મેચ રમશે નહીં. ઓવલ ટેસ્ટના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઈંગ્લિશ ટીમના નિયમિત ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ એક વાતને લઈને પોતાના જ ક્રિકેટ બોર્ડથી નારાજ જોવા મળ્યો હતો.

આ વાત પર ગુસ્સે થયો બેન સ્ટોક્સ

ચોથી અને પાંચમી ટેસ્ટ મેચ વચ્ચે ફક્ત 3 દિવસનું અંતર છે. જેના કારણે જોફ્રા આર્ચર, લિયામ ડોસન અને બ્રાઇડન કાર્સે સંપૂર્ણ આરામ મેળવી શક્યા નહીં. જેના કારણે તેમને પ્લેઈંગ 11માંથી બહાર કરવા પડ્યા.


પ્રેસ કોન્ફરન્સમાં બેન સ્ટોક્સે શેડ્યૂલને લઈને ફરિયાદ કરતા કહ્યું કે 'મેચો વચ્ચે 4-5 દિવસનું અંતર હોઈ શકે છે, બે મેચમાં 8-9 દિવસનો વિરામ હતો, અને બે મેચમાં ઓછો. આ બંને ટીમો માટે મુશ્કેલ રહ્યું છે.' આવા શેડ્યૂલને કારણે જસપ્રીત બુમરાહ પણ છેલ્લી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે. આની અસર ટીમ ઈન્ડિયા પર પણ પડી શકે છે.

બેન સ્ટોક્સે માન્ચેસ્ટરમાં થયેલા વિવાદ પર કરી વાત

માનચેસ્ટર મેચમાં અંતે હાથ મિલાવવાને લઈને વિવાદ થયો હતો. આ વિશે પૂછવામાં આવતા કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું કે 'રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન ખરેખર સારું રમ્યા અને રમતને તે અંત સુધી લઈ ગયા. તે સમજી શકાય તેવું છે કે તેઓ શા માટે સદી ઈચ્છતા હતા. અમે આગળ વધ્યા છીએ અને આશા રાખીએ છીએ કે ભારત તે 20 મિનિટથી આગળ વધશે, આ એક શાનદાર સિરીઝ રહી છે.'

ઈંગ્લેન્ડ સિરીઝમાં 2-1થી આગળ

ઈંગ્લેન્ડ હાલમાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ છે. બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયા માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો કરવામાં સફળ રહી હતી. ઓલ્ડ ટ્રેફોર્ડમાં ઈંગ્લેન્ડનું બોલિંગ આક્રમણ સંપૂર્ણપણે લાચાર જોવા મળ્યું હતું. ટેસ્ટના પાંચમા દિવસે ઈંગ્લેન્ડના બોલરો ફક્ત 2 વિકેટ જ લઈ શક્યા હતા. ઈંગ્લેન્ડની ટીમે પાંચમી ટેસ્ટ માટે તેના બોલિંગ આક્રમણને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. તમને જણાવી દઈએ કે આ ગુસ એટકિન્સનનું હોમ ગ્રાઉન્ડ પણ છે, તેથી તે ભારતીય બેટ્સમેન માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે.

ભારત સામેની છેલ્લી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગુસ એટકિન્સન, જેમી ઓવરટન, જોશ ટંગ.

  • Follow us on: