ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ લોર્ડ્સ ખાતે રમાઈ હતી. ઈંગ્લેન્ડે લોર્ડ્સ ટેસ્ટ મેચ 22 રનથી જીતીને સિરીઝમાં 2-1ની લીડ મેળવી હતી. જીત મેળવ્યા છતાં ઈંગ્લેન્ડની ટીમને જોરદાર નુકસાન થયું છે.
ઈંગ્લેન્ડને આ મેચમાં થયેલી ભૂલની ભારે કિંમત ચૂકવવી પડી હતી, જેના કારણે ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 પોઈન્ટ ટેબલમાં નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય ખેલાડીઓને મેચ ફીના 10 ટકા દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
WTC પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડના 2 પોઈન્ટ થયા કટ
Also Read
Team Indiaના ખેલાડીઓને લોર્ડ્સમાં મળેલી હાર બાદ ICC રેન્કિંગમાં થયું નુકસાન, ઈંગ્લિશ ક્રિકેટર બન્યો નંબર 1 બેટ્સમેન
Virat Kohli જેવા બનવાનો પ્રયાસ...! પૂર્વ દિગ્ગજ ખેલાડીએ શુભમન ગિલને આપી વોર્નિંગ
4,4,4,4,4,4,4,4,4... ટેસ્ટમાં 127નો સ્ટ્રાઈક રેટ, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મચાવી ધૂમ
લોર્ડ્સ ટેસ્ટના ઈંગ્લેન્ડની ટીમે બીજી ઈનિંગમાં શાનદાર બોલિંગ કરી હતી. જેના કારણે ભારતીય ટીમ 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ સ્લો ઓવર રેટ માટે દોષિત સાબિત થઈ હતી. જેના કારણે ઈંગ્લેન્ડને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં 2 પોઈન્ટનું નુકસાન થયું છે.
ઈંગ્લેન્ડ હવે WTC પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને સરકી ગયું છે, તેના 22 પોઈન્ટ છે. આ સિવાય તમામ ખેલાડીઓ પર મેચ ફીના 10% દંડ ફટકારવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડે બીજી ઈનિંગમાં બનાવ્યા હતા 192 રન
ટીમ ઈન્ડિયાની બોલિંગ બીજી ઈનિંગમાં પણ શાનદાર રહી હતી, જેના કારણે ટીમ બીજી ઈનિંગમાં 192 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પરંતુ ઈંગ્લેન્ડની બોલિંગ તેના કરતા પણ સારી હતી. ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 193 રન બનાવવાના હતા, પરંતુ બીજી ઈનિંગમાં ભારતીય ટીમ 170 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ.
ટીમ ઈન્ડિયા તરફથી રવિન્દ્ર જાડેજાએ બીજી ઈનિંગમાં સૌથી વધુ અણનમ 61 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય કેએલ રાહુલે 39 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બોલિંગ કરતી વખતે બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરે 3-3 વિકેટ, બ્રાયડન કાર્સે 2 વિકેટ અને શોએબ બશીર-ક્રિસ વોક્સે 1-1 વિકેટ લીધી હતી.